Home Bibles યશાયા 43:12 · ગુજરાતી બાઇબલ
યશાયા 43:12 · ગુજરાતી બાઇબલ

આગાહી કરનાર હું જ છું, ઉદ્ધારક હું જ છું, નહિ કે તમારામાંનો કોઇ વિધમીર્ દેવ, તમે મારા સાક્ષી છો અને હું જ દેવ છું” યહોવા કહે છે,

Cross references

પુનર્નિયમ 32:12

એકલા યહોવાએ જ તેમને દોર્યા હતા. કોઈ વિદેશી દેવોનો તેને સાથ ન્હોતો.

પુનર્નિયમ 32:39

હું જ એકલો દેવ છું. બીજો કોઇ દેવ નથી, શું તમે નથી જોતા? હું જ માંરું છું, ને હું જ જીવાડું છું, હું જ કરું છું ઘાયલ, ને હું જ કરૂં છું સાજા; તમને મુજ હાથમાંથી કોઇ છોડાવી શકે?

ગીતશાસ્ત્ર 81:9

અન્ય દેવતાઓની આરાધના તમારે કદાપિ કરવી નહિ, અને ઘરમાં મૂર્તિ રાખવી નહિ.

યશાયા 37:7

હું એને એવી પ્રેરણા કરવાનો છું કે એક અફવા સાંભળી તે પોતાને દેશ પાછો ચાલ્યો જશે, અને ત્યાં હું એનો તરવારથી વધ કરાવીશ.”‘

યશાયા 37:20

પણ હવે, હે અમારા દેવ યહોવા, અમને તેમના હાથમાંથી બચાવ, જેથી પૃથ્વીના સર્વ રાજ્યો જાણી શકે કે તમે જ એક માત્ર દેવ છો.”

યશાયા 37:35

મારે પોતાને માટે તેમ જ મારા સેવક દાઉદને માટે હું આ શહેરનું રક્ષણ કરીશ અને તેને ઉગારી લઇશ.”

યશાયા 43:10

યહોવા કહે છે, “તું મારો સાક્ષી છે, તું મારો સેવક છે, હું જેને મેં પસંદ કર્યો છે, જેથી તું જાણી શકે અને મારા પર વિશ્વાસ મૂકી શકે અને સમજી શકે કે ફકત હું જ દેવ છું.

યશાયા 44:8

ઓ મારા લોકો, ગભરાશો નહિ, ડરશો નહિ, પ્રાચીનકાળથી મેં એ બધું કહ્યું નથી? મેં જાહેર નથી કર્યુ? તમે મારા સાક્ષી છો. મારા સિવાય અન્ય કોઇ દેવ છે? મારા સિવાય બીજો કોઇ ખડક નથી.”

યશાયા 46:9

ભૂતકાળની જુની વાતોનું સ્મરણ કરો! એક માત્ર હું જ દેવ છું, બીજો કોઇ નથી, એક માત્ર હું જ દેવ છું, મારા સમાન કોઇ નથી.

યશાયા 48:4

મને ખબર હતી કે તમે હઠીલા હતા, તારા ડોકના સ્નાયુઓ લોખંડ જેવા હતા, અને તારું કપાળ પિત્તળ જેવું હતું.

યશાયા 55:4

મેં તેને લોકોની આગળ મારો સાક્ષી બનાવ્યો હતો. તેને મેં પ્રજાઓનો નેતા અને શાસક બનાવ્યો હતો.”

Interlinear

Choose Theme