Home Bibles ☰ Books યશાયા 37:35 · ગુજરાતી બાઇબલ
યશાયા 37:35 · ગુજરાતી બાઇબલ

મારે પોતાને માટે તેમ જ મારા સેવક દાઉદને માટે હું આ શહેરનું રક્ષણ કરીશ અને તેને ઉગારી લઇશ.”

Cross references

પુનર્નિયમ 32:27

પરંતુ મને ભય છે એવો કે તેમનાં શત્રુઓ ખોટું સમજશે; અમાંરા બાહુબળથી ઇસ્રાએલનો કર્યો વિનાશ-બડાશ હાંકશે. “યહોવાએ તેમનો વિનાશ નથી કર્યો.’

1 રાજઓ 11:12

તેમ છતાં તારા પિતા દાઉદને કારણે તું જીવતો રહીશ ત્યાં સુધી હું આમ નહિ કરું, પરંતુ તારા પુત્રના હાથમાંથી હું રાજય ખૂંચવી લઈશ;

1 રાજઓ 11:36

તેના પુત્રને હું એક ટોળી આપીશ, જેથી માંરા સેવક દાઉદનું નામ માંરા પસંદ કરેલા નગર યરૂશાલેમમાં કાયમ રહે.

1 રાજઓ 15:4

તેમ છતાં દાઉદ પ્રત્યેના પ્રેમને માંટે તેના દેવ યહોવાએ યરૂશાલેમમાં તેના કુટુંબનો દીવો બળતો રાખ્યો. તેણે તેને પુત્ર આપ્યો અને યરૂશાલેમને સુરક્ષિત રાખ્યું.

2 રાજઓ 20:6

હું પંદર વર્ષ તારું આયુષ્ય વધારીશ. તને અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાંથી ઉગારી લઈશ. મારી પોતાની અને મારા સેવક દાઉદને આપેલ વચન માટે હું એનું રક્ષણ કરીશ.”

1 કાળવ્રત્તાંત 17:19

હે યહોવા, મારા પ્રત્યે તમારું માયાળુપણું અને તમારી ઉદારતા અતિઘણાં થયા છે અને તમે આ અદભૂત વચનો મને આપ્યાં છે, એ સર્વ તમારી મહાન ઉદારતાને કારણે છે.

યશાયા 31:5

જે રીતે પક્ષી પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માળા પર પાંખો પ્રસારે તેમ હું સૈન્યોનો દેવ યહોવા યરૂશાલેમનું રક્ષણ કરીશ અને તેનો મોક્ષ કરીશ.

યશાયા 38:6

હું તને અને આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી ઉગારી લઇશ.”

યશાયા 43:25

“હા, હું એ જ છું, હું એકલો જ મારા પોતાના નામની માટે તમારાં સર્વ પાપ ભૂંસી નાખું છું અને ફરીથી કદી હું તેનું સ્મરણ કરતો નથી.

યશાયા 48:9

મારા નામની માટે મેં મારા ક્રોધને રોકી રાખ્યો હતો, મારી પ્રતિષ્ઠાને માટે મેં સંયમ રાખ્યો હતો, તમારો નાશ નહોતો કર્યો.

યશાયા 48:11

કેવળ મારા પોતાના માટે, હા, મારા પોતાના માટે, હું કાર્ય કરીશ, જેથી મારું નામ ષ્ટ થાય નહિ, હું મારું ગૌરવ બીજા કોઇને આપીશ નહિ.”

ચર્મિયા 23:5

યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી “અંકુર” ઉગાવીશ, તેને રાજા તરીકે પસંદ કરીશ. જે ડહાપણપૂર્વક રાજ્ય શાસન કરશે અને દેશમાં ન્યાય અને નીતિમત્તાની આણ વર્તાવશે.

ચર્મિયા 30:9

તેઓ પોતાના દેવ યહોવાની અને દાઉદની જેના એક વંશજને હું તેમનો રાજા બનાવનાર છું. તેની સેવા કરશે. એમ યહોવા કહે છે.

ચર્મિયા 33:15

તે સમયે હું દાઉદના કુળનો એક સાચો જ વંશજ પેદા કરીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે.

Interlinear

Choose Theme