Home Bibles ☰ Books યશાયા 28:26 · ગુજરાતી બાઇબલ
યશાયા 28:26 · ગુજરાતી બાઇબલ

કારણ કે તેને તેના દેવે શિક્ષણ આપીને યોગ્ય જ્ઞાન આપ્યુ હોય છે.

Cross references

નિર્ગમન 28:3

મેં જે કારીગરોને કુશળતા આપી છે તેઓને સૂચના આપ કે હારુન માંટે પોષાક તૈયાર કરે જેથી યાજક તરીકે તે માંરી સંમુખ સેવા કરે.

નિર્ગમન 31:3

મેં તેનામાં દૈવી શક્તિભરી દીધી છે અને તેને દરેક પ્રકારની કારીગરીમાં કુશળતા, સમજદારી, અને પુષ્કળ જ્ઞાન અને હોશિયારી આપી છે.

નિર્ગમન 36:2

પછી મૂસાએ બઝાલએલને, આહોલીઆબને અને જે કારીગરોને યહોવાએ કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે બધાને બોલાવ્યા અને સૌને કામ શરૂ કરવા જણાવ્યું.

અયૂબ 32:8

પરંતુ માણસમાં રહેલો આત્મા વ્યકિતને ડાહ્યો બનાવે છે. ને સર્વસમર્થ દેવનો શ્વાસ લોકોને સમજાવે છે.

અયૂબ 35:11

જે દેવે આપણને પશુઓ અને પંખીઓ કરતાં વધારે સમજુ બનાવ્યા છે તો તે ક્યાં છે!

અયૂબ 39:17

કારણકે દેવે તેને બુદ્ધિહીન સરજી છે; તેણે તેને અક્કલ આપી નથી.

ગીતશાસ્ત્ર 144:1

યહોવા મારો ખડક છે, તેની સ્તુતિ કરો; તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે; તે મને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપે છે.

દારિયેલ 1:17

આ ચારે છોકરાઓને દેવે સાહિત્યનું અને બધી કળાઓનું જ્ઞાન આપ્યું અને તેણે દાનિયલનેએ સંદર્શનો અને સ્વપ્નોને સમજવાની શકિત આપી.

યાકૂબનો 1:17

દરેક ઉત્તમ વસ્તુ દેવ પાસેથી જ આવે છે અને બધીજ પરિપૂર્ણ ભેટો પ્રભુ તરફથી આવે છે. સર્વ પ્રકાશોના પિતા પાસેથી આ બધીજ શુભ વસ્તુઓ (સૂરજ, ચંદ્ધ, તારા) આવે છે. દેવ કદી બદલાતો નથી. તે સદાય એ જ રહે છે.

Interlinear

Choose Theme