Home Bibles યશાયા 16:10 · ગુજરાતી બાઇબલ
યશાયા 16:10 · ગુજરાતી બાઇબલ

તમારી વાડીઓમાંથી આનંદ લોપ પામ્યા છે, દ્રાક્ષકુંજોમાં ગીતો ગવાતા બંધ થઈ ગયા છે; આનંદના પોકાર કોઇ કરતું નથી, કે કોઇ દ્રાક્ષારસ બનાવવા માટે દ્રાક્ષો ગૂંદતું નથી, બધા લણનારાઓનો કલશોર શમી ગયો છે.

Cross references

ન્યાયાધીશો 9:27

તેઓ દ્રાક્ષની વાડીઓમાં ગયા અને દ્રાક્ષ ભેગી કરી તેને તેઓએ કચડી અને દ્રાક્ષારસ બનાવ્યો અને ઉત્સવ ઊજવ્યો. તેઓએ તેમના દેવના મંદિરમાં આ ઉજવણી કરી તેઓએ ખાધું પીધું અને પછી અબીમેલેખને શાપ દેવા લાગ્યા.

અયૂબ 24:11

તેઓને જૈતૂનનું તેલ કાઢવાની અને દ્રાક્ષો પીલીને તેનો રસ કાઢવાની ફરજ પાડવામાં આવે છે. તેમ છતાં તેઓ તે તેલનો કે દ્રાક્ષાસવનો ઉપયોગ કરી શકતાં નથી, તેઓ તો તરસ્યા જ રહે છે.

યશાયા 24:7

દ્રાક્ષના વેલા કરમાઇ ગયા છે, તેથી દ્રાક્ષનો દ્રાક્ષારસ બનતો નથી, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. અને રૂદન કરે છે.

યશાયા 32:10

હે બેદરકાર સ્ત્રીઓ, અત્યારે તમને કશી ચિંતાફિકર નથી, પણ વરસ પૂરું થતાં જ તમે ધ્રૂજી ઊઠશો, કારણ, દ્રાક્ષની ભેગી કરવાની ઋતું પૂરી થઇ ગઇ હશે અને તમે કઇં ભેગું કર્યું નહિ હોય.

ચર્મિયા 48:33

મોઆબની રસાળ ભૂમિમાંથી ખુશી અને આનંદ અદ્રશ્ય થઇ ગયાં છે, દ્રાક્ષારસના કોલુમાંથી દ્રાક્ષારસ વહેતો નથી. દ્રાક્ષ ગૂંદતા ગૂંદતાં હવે કોઇ આનંદના પોકારો કરતું નથી.”

યર્મિયાનો વિલાપ 7:7

ઇસ્રાએલના રહેવાસીઓ માટે ભયસૂચક ધ્વની કરવામાં આવી છે, તમારો સજા માટેનો સમય આવી પહોંચ્યો છે. વિપત્તિનો દિવસ નજીક આવી રહ્યો છે. આ દિવસ આનંદના ઉત્સવોનો નહિ પણ ખેદ કરવાનો દિવસ હશે!

આમોસ 5:11

તમે ગરીબોને પગ તળે કચડો છો અને તેમની પાસેથી અનાજ પડાવી લો છો, તેથી તમે ઘડેલા પથ્થરનાઁ જે ઘર બાંધ્યાં છે, તેમાં તમે રહેવા નહિ પામો. તમે રમણીય દ્રાક્ષાવાડીઓ રોપી છે, પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો;

આમોસ 5:17

દ્રાક્ષની બધી વાડીઓમાં શોક થશે. કારણ કે હું આ સર્વ જગ્યાઓથી પસાર થઇશ અને બધી વસ્તુનો નાશ કરીશ.” એમ યહોવ્ કહે છે.

હબાક્કુક 3:17

ભલેને અંજીરીને ફૂલના બેસે, ને દ્રાક્ષની લતાઓને દ્રાક્ષા ન આવે; જૈતૂનનો પાક નિષ્ફળ જાય, ને ખેતરોમાં ધાન ન પાકે, કોડમા ઢોરઢાંખર ના રહે, ને નાશ પામે વાડામાં ને તબેલામા ,ઘેટાંબકરાં,

સફન્યા 1:13

તેઓની સંપત્તિ તેઓના દ્વારા લૂંટાઇ જશે, દુશ્મનો તેઓનાં ઘરોનો નાશ કરશે. પોતે બાંધેલા ઘરોમાં તેઓ રહેવા પામશે નહિ, અને પોતે રોપેલી દ્રાક્ષાવાડીઓનો દ્રાક્ષારસ તેઓ પીવા પામશે નહિ.”

Interlinear

Choose Theme