હે તાશીર્શના જહાજો, તમે તમારા દેશમાં પાછા ફરો, કારણ અહીં કોઇ બંદર હવે રહ્યું નથી.
Cross references
શમુએલનાં વચનો સાંભળતાં જ શાઉલ ભયભીત થઈને જમીન પર ચત્તોપાટ પડી ગયો, તેનામાં કંઈ શકિત રહી નહોતી, કારણ કે તેણે આખો દિવસ અને આખી રાત કશુંય ખાધું નહોતું.
દેવ રાજાઓ ઉપર તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.
તેમની શકિતથી તેઓ મને ભરી દે છે અને પવિત્ર જીવન જીવવાં માટે મને સહાય કરે છે.
હે સાગરખેડુ વહાણોના તાશીર્શના ખલાસીઓ, તમે આક્રંદ કરો; કારણ કે તમારો કિલ્લો નાશ પામ્યો છે.
સિયોનના બધા મહત્વના લોકોએ તેને છોડી દીધી છે. સરદારો ચારા વગરનાં હરણો જેવા; અને તેમને જેઓ પકડે છે તેમનાથી દૂર ભાગી જવાની શકિત વગરના થઇ ગયા છે.
હું રાજ્યોના સિંહાસનો તેના સ્થાનેથી હટાવી દેવાનો છું. હું પ્રજાઓના રાજ્યોની શકિતનો નાશ કરનાર છું. અને તેમના રથોને અને તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાંખનાર છું. તેમના ઘોડાઓ જશે, અને સવારો પડી જશે અને તેઓ એકબીજા સાથે તરવારથી લડશે.
ખ્રિસ્તના રક્તથી આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. આપણે જ્યારે ખૂબ નિર્બળ હતા ત્યારે આપણા માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો. આપણે દેવથી વિમુખ જીવન જીવી રહ્યા હતા, ત્યારે યોગ્ય સમયે ખ્રિસ્ત આપણા વતી મૃત્યુ પામ્યો.