Home Bibles ☰ Books 1 શમુએલ 28:20 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 28:20 · ગુજરાતી બાઇબલ

શમુએલનાં વચનો સાંભળતાં જ શાઉલ ભયભીત થઈને જમીન પર ચત્તોપાટ પડી ગયો, તેનામાં કંઈ શકિત રહી નહોતી, કારણ કે તેણે આખો દિવસ અને આખી રાત કશુંય ખાધું નહોતું.

Cross references

1 શમુએલ 25:37

સવારે તેનો દ્રાક્ષારસનો નશો ઊતરી ગયો, ત્યારે અબીગાઈલે તેને બધું કહી સંભળાવ્યું. જ્યારે તેણે બધું સાંભળીલીધુ ત્યારે તેને હૃદય પર હુમલો થયો અને તે પથ્થર જેવો કઠણ થઈ ગયો.

1 શમુએલ 28:5

શાઉલે જયારે પલિસ્તીઓની સેનાને જોઈ ત્યારે તે ગભરાઈ ગયો, અને તેની હિંમત છૂટી ગઈ.

અયૂબ 15:20

એક દુષ્ટ માણસ તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે. દુષ્ટ લોકોના દહાડા બહુ ટૂંકા હોય છે.

અયૂબ 26:2

“હા, તમે ખૂબ પ્રોત્સાહન આપનારા છો અને તમે મારા દુર્બળ હાથને મજબૂત બનાવ્યા છે. બિલ્દાદ, સોફાર અને અલીફાઝ, તમે આ થાકેલા, પજવાયેલા માણસને ખુબ મદદ કર્તા રહ્યાં છો!

ગીતશાસ્ત્ર 50:21

તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ. તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો, પણ હવે આવ્યો છે સમય, મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો !

Interlinear

Choose Theme