Home Bibles હોશિયા 9:2 · ગુજરાતી બાઇબલ
હોશિયા 9:2 · ગુજરાતી બાઇબલ

પણ થોડા સમયમાં જ અનાજ, ને તેલના સાંસા પડશે, ને દ્રાક્ષાનો પાક નિષ્ફળ જશે.

Cross references

યશાયા 24:7

દ્રાક્ષના વેલા કરમાઇ ગયા છે, તેથી દ્રાક્ષનો દ્રાક્ષારસ બનતો નથી, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. અને રૂદન કરે છે.

હોશિયા 2:9

તેથી તેના પ્રેમીઓ આગળ તેની શરમ ઉઘાડી પાડીશ.

હોશિયા 2:11

હું તેનાઁ તમામ આનંદોત્સવ, તેના ચંદ્રદર્શનના દિવસો, તેના સાબ્બાથો તથા તેનાં મુકરર પવોર્, તે સર્વનો હું અંત આણીશ.

હોશિયા 2:12

જે દ્રાક્ષની વાડીઓ અને અંજીરના વૃક્ષો વિષે તે એમ કહે છે કે, ‘એ તો મારા પ્રેમીઓએ મને આપેલી ભેટ છે.’ હું તેને ઉજ્જડ બનાવી દઇશ, અને હું તેઓને જંગલમાં ફેરવી નાખીશ અને જંગલી પ્રાણીઓ તેને ખાઇ જશે.

યોએલ 1:3

તમે તમારાઁ સંતાનોને એની વાત કરજો; તેઓ તેમનાં સંતાનોને વાત કરશે અને તેઓ પછીની પેઢીને કહેશે.

યોએલ 1:9

યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી. યાજકો જે યહોવા આગળ સેવક છે તેઓ શોક કરે છે.

આમોસ 4:5

ખમીરવાળી રોટલી આભાર અર્પણ તરીકે અર્પણ કરો અને તમારી મરજી મુજબના અર્પણો ક્યારે લાવશો તેની જાહેરાત કરો. કારણકે હે ઇસ્રાએલીઓ, આમ કરવું તમને ગમે છે.”

આમોસ 5:11

તમે ગરીબોને પગ તળે કચડો છો અને તેમની પાસેથી અનાજ પડાવી લો છો, તેથી તમે ઘડેલા પથ્થરનાઁ જે ઘર બાંધ્યાં છે, તેમાં તમે રહેવા નહિ પામો. તમે રમણીય દ્રાક્ષાવાડીઓ રોપી છે, પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો;

મીખાહ 6:13

આથી મેં તમને સજા કરવાનું શરું કર્યુ છે અને હું તમને તમારા પાપોને લીધે ગમગીન બનાવી દઇશ.

હાગ્ગાચ 1:9

આ સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે ઘણાની આશા રાખતા હતા, પણ જુઓ તો ખરા, મળ્યું થોડું; અને જ્યારે તમે ઘેર લઇ આવ્યા ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. શાથી? કારણ, મારું મંદિર ખંઢેર હાલતમાં પડ્યું છે ત્યારે તમે સૌ પોતપોતાના ઘરની ચિંતામાં પડ્યા છો.

હાગ્ગાચ 2:16

અગાઉ તમે જ્યાં વીસ માપ અનાજની આશા રાખતા હતા, ત્યાંથી તમને માત્ર દશ જ મળતાં, દ્રાક્ષાકુંડ પાસે તમે પચાસ માપની આશા રાખતા ત્યાંથી તમને માત્ર વીસ જ મળતાં.

Interlinear

Choose Theme