Home Bibles ☰ Books હોશિયા 5:8 · ગુજરાતી બાઇબલ
હોશિયા 5:8 · ગુજરાતી બાઇબલ

ચેતવણીનો ઘંટ વગાડો! ગિબયાહમાં તથા રામામાં અને બેથ-આવેન સુધી રણશિંગડું વગાડી ચેતવણી આપો; બિન્યામીનનો પ્રદેશ ધ્રુજી ઊઠો!

Cross references

યહોશુઆ 7:2

યરીખો નગરના પતન પછી તરત જ યહોશુઆએ કેટલાક માંણસોને યરીખોથી બેથેલની પૂર્વે બેથ-આવેન પાસે આવેલા આય નગરમાં મોકલ્યા અને તેમને કહ્યું કે, “આય જાઓ અને એ લોકો પર જાસૂસી કરો ને અમને સંદેશો મોકલો.” તેથી તેઓ ગયા અને આયની જાસુસી કરી.

ન્યાયાધીશો 5:14

એફ્રાઈમના લોકો જેઓ અમાંલેકી વચ્ચે રહેતા હતાં, તે બિન્યામીન, તારા લોકો સાથે નીચે આવ્યા.” માંખીરથી સેનાપતિઓ કૂચ કરીને ધસી આવ્યા, ઝબુલોનના કુળસમૂહના અધિકારીઓ પણ આવી પહોંચ્યા.

ન્યાયાધીશો 19:12

પણ તેના ધણીએ જવાબ આપ્યો, “ના, આ વિદેશી નગરમાં આપણે જવું નથી, ત્યાં કોઈ ઈસ્રાએલી નથી, આપણે ગિબયાહ જઈએ.”

ન્યાયાધીશો 19:13

ચાલો, આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ. ગિબયાહ કે રામાંમાં રાતવાસો કરીએ.”

ન્યાયાધીશો 20:4

લેવી માંણસ જેની ઉપપત્નીનું ખૂન થઈ ગયું હતું તેણે જવાબ આપ્યો, “હું અને માંરી ઉપપત્ની બિન્યામીનનાં ગિબયાહમાં રાતવાસો કરવા આવ્યાં.

1 શમુએલ 7:17

રામાં શમુએલનું વતન હતું. તેથી તે રામાં જતો હતો. એ શહેરથી શમુએલ ઇસ્રાએલી લોકો પર રાજ્ય કરતો હતો અને તેમનો ન્યાય કરતો હતો અને ત્યાં યહોવા માંટે એક વેદી પણ બાંધી.

1 શમુએલ 8:4

તેથી ઇસ્રાએલના સર્વ વડીલો ભેગા મળીને ‘રામાં’માં શમુએલની પાસે આવ્યા;

1 શમુએલ 15:34

પછી શમુએલ રામાંમાં ચાલ્યો ગયો અને, રાજા શાઉલ પોતાને ઘેર ગિબયાહમાં ગયો.

2 શમએલ 21:6

એટલે તમે અમને તેના સાત પુત્રો સુપ્રત કરો અને અમે તેમને યહોવાએ પસંદ કરેલા રાજા શાઉલના ગામ ગિબયાહમાં લઇ જઇશું અને ફાંસી આપીશું.”રાજાએ કહ્યું. “હું તેઓને તમને સોંપી દઈશ.”

1 રાજઓ 12:29

એક વાછરડાને તેણે બેથેલમાં સ્થાપ્યો અને બીજો દાનમાં આપ્યો.

યશાયા 10:29

તેઓ ખીણની પાર આવ્યા છે; ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે; રામા થથરે છે, શાઉલનું ગિબયાહ નાસાનાસ કરે છે;

ચર્મિયા 4:5

“યરૂશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે, આખા દેશમાં ભય દર્શાવતું રણશિંગડું વગાડો. ‘તમારા જીવ બચાવવાને દોડો! કિલ્લેબંધ નગરોમાં નાસી જાઓ!’

ચર્મિયા 6:1

હે બિન્યામીનના લોકો, જીવ બચાવવા ભાગો, યરૂશાલેમમાંથી નીકળી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો અને બેથ-હાક્કેરેમ પર ચેતવણીનો દીવો પેટાવો, સર્વને ચેતવણી આપો કે ઉત્તર તરફથી સાર્મથ્યવાન લશ્કર મહાવિનાશ કરવા આવી રહ્યું છે.

Interlinear

Choose Theme