Home Bibles હોશિયા 5:7 · ગુજરાતી બાઇબલ
હોશિયા 5:7 · ગુજરાતી બાઇબલ

તેઓએ યહોવાને દગો દીધો હતો. કારણકે તેઓએ બીજા કોઇના સંતાનોને જન્મ આપ્યો છે. તેથી તે ચંદ્રદર્શનનો દિવસ તેમનો અને તેમની ભૂમિનો નાશ કરશે.

Cross references

નહેમ્યા 13:23

હવે તે સમય દરમ્યાન મારા જાણવામાં આવ્યું કે કેટલાક યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે.

ગીતશાસ્ત્ર 144:7

સ્વર્ગમાંથી નીચે ઊતરી આવો અને મને શત્રુઓના સમુદ્રમાંથી ઉગારો, મને બહાર ખેચી કાઢો, અને વિદેશીઓથી મને બચાવો.

ગીતશાસ્ત્ર 144:11

આ શત્રુઓથી; આ જૂઠાઓથી; મારી રક્ષા કરો; આ વિદેશીઓ જે છેતરપિંડી કરે છે તે લોકોથી તમે મને ઉગારો.

યશાયા 48:8

હા, હું તને સંપૂર્ણ નવી બાબતો કહેવાનો છું, કારણ કે હું સારી રીતે જાણું છું કે તું દગાબાજ અને બાળપણથી જ તું બંડખોર છે, તું ષ્ટતાથી ભરેલો છે.

યશાયા 59:13

તારી સામે અમે બળવો કર્યો છે અને તારો નકાર કર્યો છે, અમે તમને, અમારા દેવને અનુસરવાનું છોડી દીધું છે, અમે ઘોર ત્રાસ અને બળવાની વાતો કરીએ છીએ, અમે જૂઠાણાંઓ વિચારીએ છીએ અને તેને જ ઉચ્ચારીએ છીએ.

ચર્મિયા 3:20

પણ તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. તમે મારાથી દૂર ચાલ્યા ગયા છો. અને અસંખ્ય વિદેશી દેવોને તમે સોંપાઇ ગયા છો. વ્યભિચારી પત્ની પોતાના પતિનો ત્યાગ કરે તેવા તમે થઇ ગયા છો.” આ યહોવાના વચન છે.

ચર્મિયા 5:11

કારણ કે ઇસ્રાએલનાં વંશ અને યહૂદાના વંશ બન્ને મને સંપૂર્ણપણે બેવફા નીવડ્યા છે.” આ યહોવાના વચન છે.

યર્મિયાનો વિલાપ 12:28

તેથી એ લોકોને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: હવે મારા વચનો પૂરાં કરવામાં વિલંબ નહિ થાય. દરેક વચન જે હું બોલ્યો છું તે ફળીભૂત થશે.”‘ આ યહોવા મારા માલિકના વચન છે.

હોશિયા 2:4

જ્યાં સુધી તેના સંતાનોનો સબંધ છે, મને તેમનાં પર સહાનુભૂતિ નથી; કારણકે તેઓ મારા સંતાનો નથી. તેઓ એક વારાંગનાના સંતાનો છે.

હોશિયા 2:11

હું તેનાઁ તમામ આનંદોત્સવ, તેના ચંદ્રદર્શનના દિવસો, તેના સાબ્બાથો તથા તેનાં મુકરર પવોર્, તે સર્વનો હું અંત આણીશ.

હોશિયા 6:7

પણ તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે; મારા પ્રેમનો અનાદર કર્યો છે:

હોશિયા 7:13

વિપત્તિ તેઓને! કારણકે તેઓએ મને છોડી દીધો છે. તેઓનો નાશ થશે! કેમકે તેઓએ મારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ છે. હું તેઓને બચાવી લેવા ઇચ્છતો હતો, પણ તેઓ મારા વિષે જૂઠ્ઠુ બોલ્યા છે.

ઝખાર્યા 11:8

એક મહિનામાં તો મેં ત્રણ ભરવાડોને રજા આપી, કારણ, મારી ધીરજ ખૂટી ગઇ હતી અને તેઓ પણ મને ધિક્કારતા હતા.

માલાખી 2:11

યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઇસ્રાએલમાં તથા યરૂશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે; કારણકે યહોવાના પવિત્રસ્થાનને યહૂદાએ ષ્ટ કર્યું છે, અને તેણે એક વિદેશી દેવીની પૂજા કરવાનું શરૂ કર્યું છે.

Interlinear

Choose Theme