Home Bibles ☰ Books હોશિયા 4:7 · ગુજરાતી બાઇબલ
હોશિયા 4:7 · ગુજરાતી બાઇબલ

મારા લોકોની સંખ્યા જેમ જેમ વધતી જાય છે, તેઓ મારી વિરૂદ્ધ તેમના પાપો વધારતા જાય છે. હું તેમની શોભાને શરમમાં બદલી નાખીશ.

Cross references

પુનર્નિયમ 32:15

પરંતુ યશુરૂને પસંદ કરેલા લોકોએ ચરબી વધારી અને રાજદ્રોહ કર્યો. ઇસ્રાએલના લોકો જાડાં અને ખાધે સુખી હતાં અને બગડી ગયા હતાં. તેઓએ તેમના સર્જનહાર દેવને છોડી દીધા. તેઓ, તેમને બચાવનારા તેમના બળવાન તારણહારની ધૃણા કરવાનંુ શરુ કર્યું.

1 શમુએલ 2:30

“ઇસ્રાએલના દેવે ભૂતકાળમાં એવું વચન આપ્યું હતું કે, તારુ કુટુંબ કાયમ માંટે માંરી સેવામાં રહેશે,પરંતુ તેવું કદી નહિ બને! લોકો મને માંન આપશે તો હું તેમને માંન આપીશ, પરંતુ લોકો જો માંરી અવજ્ઞા કરશે, તો હું એમની અવજ્ઞા કરીશ.

એઝરા 9:7

અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે; અમે અમારા રાજા તથા અમારા યાજકોએ અમારા પાપોને કારણે અમારી જાતને અન્ય દેશોના રાજાઓને હવાલે કરી દીધી છે અને અમે તરવારને, બંદીવાસને, લૂંટફાટને અને બેઆબરૂને વશ થયા છીએ અને અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે અમે એ જ બેહાલ દશામાં છીએે.

ચર્મિયા 2:26

જેમ ચોર પકડાય ને ફજેત થાય, તેમ તમે ઇસ્રાએલના લોકો ફજેત થશો, તમે બધા જ તમારા રાજાઓ, આગેવાનો, યાજકો અને પ્રબોધકો,

હોશિયા 4:10

તેઓ ખાશે પણ ધરાશે નહિ, તેઓ વ્યભિચાર કરશે, પણ તેમનો વસ્તાર વધશે નહિ; કારણકે તેઓએ યહોવાની કાળજી કરવાનું મૂકી દીધું છે.

હોશિયા 5:1

હે યાજકો, તમે આ સાંભળો! હે ઇસ્રાએલીઓ, ધ્યાન આપો! હે રાજકુટુંબના સર્વ માણસો ધ્યાનથી સાંભળો! તમને દોષિત ઠરાવવામાં આવ્યાં છે. કારણકે મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતાં, તાબોર પર્વત ઉપર જાળની જેમ પથરાયા હતાં.

હોશિયા 6:9

જેમ ધાડપાડુઓ રાહદારી પર હુમલો કરવા છુપાયેલા હોય છે, તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખુન કરવા અને શરમજનક અપરાધો કરવા છુપાય છે.

હોશિયા 10:1

ઇસ્રાએલ સુવિકસિત અને ફળોથી ભરપૂર એવો દ્રાક્ષાવેલાની જેમ ખૂબ સમૃદ્ધ છે. હું જ્યારે તેને વધારે અને વધારે સંપતિ આપું છું તેઓ બીજા દેવો માટે વધારેને વધારે વેદીઓ બાંધે છે. જ્યારે મેઁ તેમને પુષ્કળ પાક આપ્યો, તેઓએ તેમનાં સારામાં સારા પથ્થરોમાંથી વધારે ભજનસ્તંભો જૂઠા દેવોને માન આપવાં બનાવ્યા.

હોશિયા 13:6

પરંતુ તમે પેટ ભરીને ખાધુંપીધું અને ધરાયા એટલે તમને અભિમાન થઇ ગયું અને તમે મને ભુલી ગયા.

હોશિયા 13:14

હું મૂલ્ય ચૂકવીને તેને શેઓલમાંથી છોડાવી લઇશ, હું એમને મૃત્યુમાંથી છોડાવીશ. તેની કસોટી કરવા માટે હે શેઓલ, તારી વિનાશક શકિત છૂટી મૂક. અરે મૃત્યુ તારી મહામારી મોકલ! કારણકે મારી આંખમાં દયા રહી નથી.

હબાક્કુક 2:16

“તમે કીતિર્ને બદલે શરમથી ભરપૂર હશો, તું પીશે અને તારી જાતને ખુલ્લી કરશે; યહોવાના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, ને તને અપકિતીર્ મળશે.

માલાખી 2:9

“મેં તમને લોકોની નજરમાં તિરસ્કારપાત્ર અને ઘૃણાપાત્ર બનાવી દીધા છે. કારણકે તમે મારા ઉપદેશને વળગી રહેતા નથી, અને જ્યારે તમે ન્યાય કરો છો ત્યારે પક્ષપાત કરો છો.”

ફિલિપ્પીઓને પત્ર 3:19

જે રીતે આ લોકો જીવે છે તેથી તેઓ તેઓનો વિનાશ નોંતરે છે અને દેવની સેવા નથી કરતા. તેઓનો દેવ તેઓનું પેટ છે, શરમજનક કૃત્યો કરે છે અને તેને માટે ગૌરવ અનુભવે છે. તેઓ માત્ર પાર્થિવ વસ્તુનો જ વિચાર કરે છે.

Interlinear

Choose Theme