Home Bibles હોશિયા 4:16 · ગુજરાતી બાઇબલ
હોશિયા 4:16 · ગુજરાતી બાઇબલ

કારણકે ઇસ્રાએલે અડિયલ વાછરડીની જેમ હઠીલાઇ કરી છે, પછી લીલા બીડમાં હલવાનની જેમ યહોવા તેઓને ચારશે.

Cross references

લેવીય 26:33

હું તમને અનેક દેશોમાં વેરવિખેર કરી નીખીશ, હું તરવાર લઈને તમાંરી પાછળ પડીશ અને તમાંરો દેશ ઉજજડ વેરાન થઈ જશે, અને તમાંરાં શહેરો ખંડેર થઈ જશે.

1 શમુએલ 15:11

“હુ શાઉલને રાજા બનાવવા માંટે પસ્તાવું છુ, કારણ તે મને ભૂલી ગયો છે અને માંરુ ઉલ્લંઘન કર્યુઁ છે.” શમુએલને ખૂબ ક્રોધ ચઢયો; અને આખી રાત તેણે યહોવા આગળ વિનંતી કરી.

યશાયા 5:17

હલવાનો જાણે પોતાના બીડમાં ચરતાં હોય તેમ ચરશે, ને ધનાઢયોના પાયમાલ થયેલાં સ્થાનોને પારકાઓ ખાઇ જશે.

યશાયા 7:21

“તે દિવસે પ્રત્યેક માણસ એક વાછરડું અને બે ઘેટાં પાળી શકશે.

યશાયા 22:18

તે તને જરૂર દડાની જેમ લપેટીને વિશાળ પ્રદેશમાં ફેંકી દેશે અને ત્યાં તારું મૃત્યુ થશે. તારાં ભભકાદાર રથો ત્યાં જ રહેશે, તેં તારા ધણીના નામને બદનામ કર્યુ છે.”

ચર્મિયા 3:6

યોશિયા રાજા હતો ત્યારે યહોવા તરફથી મારી પાસે આ સંદેશો આવ્યો, “પેલી બેવફા ઇસ્રાએલી પ્રજાએ શું કર્યું છે, તે તેં જોયું? તે એકેએક ટેકરી પર અને એકેએક ઘટાદાર વૃક્ષ નીચે ગઇ અને ત્યાં તે વેશ્યાની જેમ વતીર્.

ચર્મિયા 3:8

તેણે એ પણ જોયું કે, વ્યભિચાર કરવા માટે મેં બેવફા ઇસ્રાએલને છૂટાછેડા આપી હાંકી કાઢી છે, તેમ છતાં, એની બેવફા બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ જઇને વેશ્યાના જેવો વર્તાવ કર્યો.

ચર્મિયા 3:11

વળી યહોવાએ મને કહ્યું કે, “બેવફા યહૂદિયાની તુલનામાં બેવફા ઇસ્રાએલ તો ઓછી દોષપાત્ર લાગે છે.

ચર્મિયા 5:6

આથી જંગલમાંથી સિંહ આવી તેમને ભોંયભેગા કરી દેશે. વગડામાંથી વરૂ આવી તેઓને ફાડી ખાશે. તેમનાં શહેરો ફરતે ચિત્તો આંટા માર્યા કરશે; નગરની બહાર જનારા દરેકને તે ફાડી ખાશે, કારણ કે તેઓનાં પાપ અતિઘણાં અને મારી વિરુદ્ધ તેઓનું બંડ અતિ ભારે છે. અસંખ્ય વાર તેઓ દેવથી વિમુખ થયાં છે.

ચર્મિયા 7:24

“પરંતુ તેઓએ સાંભળ્યું નહિ, ને ધ્યાન પણ આપ્યું નહિ, પોતાના દુષ્ટ હઠીલા વિચારો પ્રમાણે જ ચાલ્યા. સારા બનવાને બદલે તેઓ વધારે ખરાબ થતા ગયા. આગળ વધવાને બદલે પાછળ હટયા.

ચર્મિયા 8:5

તો પછી તમે મારાથી મોં ફેરવીને ગયા છો તો પાછા કેમ નથી ફરતા? તમે તમારી ભ્રામક મૂર્તિઓને વળગી રહો છો અને પાછા આવવાની ના પાડો છો.

ચર્મિયા 14:7

લોકો કહે છે, “અમારા પાપો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવા, તારા નામ ખાતર કઇંક કર; અમે અનેકવાર તારો ત્યાગ કર્યો છે, અમે તારી વિરુદ્ધ પાપ કર્યું છે.

ચર્મિયા 31:18

મેં સ્પષ્ટ રીતે એફ્રાઇમના નિસાસા સાંભળ્યા છે, ‘તમે મને સખત સજા કરી છે; પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે તેમ મને પણ સજાની જરૂર હતી, મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો, કારણ કે ફકત તમે જ મારા યહોવા દેવ છો.

હોશિયા 11:7

મારા લોકોનું વલણ મારાથી વિમુખ થવાનું છે, એમને મારા તરફ ઊંચે આવવા માટે કહેવામાં આવે છે, પણ તેઓ માન આપતા નથી.

ઝખાર્યા 7:11

તમારા પિતૃઓએ તેમને સાંભળવાનો ઇન્કાર કર્યો, તેઓ હઠીલા થઇને દૂર ગયા અને મારું વચન ન સાંભળવા માટે તેઓએ તેઓની આંગળીઓ પોતાના કાનમાં ખોસી.

Interlinear

Choose Theme