Home Bibles ☰ Books યશાયા 22:18 · ગુજરાતી બાઇબલ
યશાયા 22:18 · ગુજરાતી બાઇબલ

તે તને જરૂર દડાની જેમ લપેટીને વિશાળ પ્રદેશમાં ફેંકી દેશે અને ત્યાં તારું મૃત્યુ થશે. તારાં ભભકાદાર રથો ત્યાં જ રહેશે, તેં તારા ધણીના નામને બદનામ કર્યુ છે.”

Cross references

યશાયા 17:13

લોકો સાગરનાં મોજાંના ઘુઘવાટની જેમ ઘુઘવાટા કરે છે. પણ દેવ તેઓને ઠપકો આપશે, ને તેઓ ભાગી જશે, જાણે પર્વત ઉપર પવનથી ઊડી જતી ધૂળ; જાણે વંટોળિયા આગળ ઘુમરાતી ધૂળ.

આમોસ 7:17

પરંતુ યહોવાનો સંદેશો આ છે, ‘અમાસ્યા, તારી પત્ની શહેરની વારાંગના બનશે, અને તારા સંતાનોની હત્યા થશે. તારી ભૂમિ દોરીથી માપીને બીજાઓને વહેંચાશે, તું પોતે અપવિત્ર ભૂમિમાં મૃત્યુ પામશે, ને ઇસ્રાએલી લોકોને કેદ પકડી તેમના દેશમાંથી તેમને દેશવટો દેવામાં આવશે.”‘

Interlinear

Choose Theme