Home Bibles હોશિયા 12:3 · ગુજરાતી બાઇબલ
હોશિયા 12:3 · ગુજરાતી બાઇબલ

એમનો પૂર્વજ યાકૂબ ગર્ભમાં હતો ત્યાં જ તેણે પોતાના ભાઇને દગો દીધો હતો અને મોટો થતાં તેણે દેવ સાથે બાથ ભીડી હતી.

Cross references

ઊત્પત્તિ 25:26

જયારે બીજો બાળક જન્મ્યો ત્યારે તેના હાથે એસાવની એડી પકડેલી હતી, આથી તેનું નામ યાકૂબ પાડયું. એ પુત્રો જન્મ્યા, ત્યારે ઇસહાકની ઉંમર 60 વર્ષની થઈ હતી.

ઊત્પત્તિ 32:24

યાકૂબ નદીને પાર કરનાર છેલ્લો માંણસ હતો. પરંતુ પાર કરતા પહેલાં જયારે તે એકલો હતો ત્યારે એક માંણસ આવ્યો અને તેની સાથે કુસ્તી કર્યા કરી. જયાં સુધી સૂરજ ના ઊંગ્યો ત્યાં સુધી તે વ્યકિએ યાકૂબ સાથે કુસ્તી કર્યા કરી.

2 રાજઓ 17:18

આ બધાને કારણે યહોવાનો રોષ ઇસ્રાએલ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા. ફકત યહૂદાનું કુળસમૂહ રહ્યું.

2 રાજઓ 17:20

તેથી યહોવાએ બધા ઇસ્રાએલીઓનો ત્યાગ કર્યો, તેમને સજા કરી, અને તેમને ધાડપાડુઓને સોંપી દીધા અને છેલ્લે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા.

2 રાજઓ 17:23

આખરે પ્રબોધકોએ જે ભવિષ્યકથન કર્યું હતું તે બધું જ બન્યું. એટલે સુધી કે યહોવાએ તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. ઇસ્રાએલીઓને તેમનું વતન છોડવું પડ્યું અને તેમને આશ્શૂર જવા માટે વિદાય કરવામાં આવ્યા, અને આજે પણ તેઓ ત્યાં જ છે.

ચર્મિયા 2:9

“આથી હું, યહોવા, ફરી એકવાર મારા લોકો સામે આરોપ મુકું છું-તેમની અને તેમના વંશજો સામે.

યર્મિયાનો વિલાપ 7:3

આખો દેશ પુરો થવા બેઠો છે, હવે તારો અંત આવી પહોંચ્યો છે. મારો રોષ તારા પર ઊતરનાર છે. હું તારાં દુષ્કમોર્નો હિસાબ માગીશ અને તારાં ધૃણાજનક કમોર્ની ઘટતી સજા કરીશ.

યર્મિયાનો વિલાપ 7:8

હમણાં જ હું મારો રોષ તમારા ઉપર ઉતારું છું, મારો કોપ ઠાલવું છું. હું તમારા દુષ્કમોર્નો હિસાબ માગનાર છું અને તમારા ધૃણાજનક કૃત્યોની ઘટતી સજા કરનાર છું.

હોશિયા 4:1

હે ઇસ્રાએલના લોકો, યહોવાને આ દેશના વતનીઓ સામે ફરીયાદ છે, એની વાણી સાંભળો, તમારા દેશમાં વિશ્વાસુપણું, માયામમતા અને દેવના જ્ઞાનનો અભાવ છે.

હોશિયા 4:9

તેથી, જેવું લોકો સાથે બનશે તેવું; યાજકો સાથે બનશે. હું તેમને તેમના ખરાબ કૃત્યો માટે સજા આપીશ.

આમોસ 2:4

યહોવા કહે છે: “યહૂદિયાએ વારંવાર પાપ કર્યુ છે હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. એ લોકોએ મારા નિયમોનો અનાદર કર્યો છે, અને મારી આજ્ઞાઓ માની નથી. તેમના પિતૃઓ જે ખોટા દેવોને અનુસરતા હતા તેમણે તેમને ખોટે માગેર્ દોર્યા છે; આથી હું તેમને જરૂર સજા કરીશ.

મીખાહ 6:2

હે પર્વતો તથા પૃથ્વીના અચલ પાયાઓ, તમે યહોવાની ફરિયાદ સાંભળો, કારણકે તેમની ફરિયાદ પોતાના ઇસ્રાએલી લોકો વિરુદ્ધ છે, તે તેઓની સામે કાયદેસરના પગલાં ભરશે.

રોમનોને પત્ર 9:11

(રિબકાને) બે દીકરા જન્મ્યા, તે પહેલાં દેવે રિબકાને કહ્યું હતું, “તારો મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”એ છોકરાઓએ તેઓના જીવનમાં કંઈક સારું અથવા ખરાબ કર્યુ હોય એ પહેલા આવી ભવિષ્યવાણી થઈ હતી. તેમના જન્મ પહેલાં દેવે આ કહ્યું હતું.

યાકૂબનો 5:16

તમે જે ખરાબ કામ કર્યા હોય તે એકબીજાને કહો. અને પછી એકબીજા માટે પ્રાર્થના કરો. આમ કરો કે જેથી દેવ તમને સાજા કરી શકે. જો સારો માણસ આગ્રહથી પ્રાર્થના કરે તો મહાન કાર્યો થાય છે.

Interlinear

Choose Theme