Home Bibles ઊત્પત્તિ 25:26 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 25:26 · ગુજરાતી બાઇબલ

જયારે બીજો બાળક જન્મ્યો ત્યારે તેના હાથે એસાવની એડી પકડેલી હતી, આથી તેનું નામ યાકૂબ પાડયું. એ પુત્રો જન્મ્યા, ત્યારે ઇસહાકની ઉંમર 60 વર્ષની થઈ હતી.

Cross references

ઊત્પત્તિ 21:5

જયારે ઇબ્રાહિમનો પુત્ર ઇસહાક જન્મ્યો ત્યારે એની ઉંમર 100 વર્ષની થઈ હતી.

ઊત્પત્તિ 27:36

એસાવે કહ્યું, “એનું નામ જ યાકૂબ કપટી છે. તે નામ તેને યોગ્ય છે. તેને એ નામ બરાબર આપવામાં આવ્યું છે. તેણે માંરી સાથે બે વાર કપટ કર્યુ છે; તેણે માંરો જ્યેષ્ઠપુત્ર તરીકેનો હક્ક તો લઈ જ લીધો હતો અને હવે માંરે લેવાના આશીર્વાદ પણ તેણે લઈ જ લીધા. શું તમે માંરા માંટે કોઈ આશીર્વાદ રાખ્યા છે?”

ઊત્પત્તિ 38:28

પ્રસૂતિ વખતે તેમાંના એકે હાથ બહાર કાઢયો, એટલે તરત જ દાયણે તેને પકડી લઈને લાલ દોરાથી બાંધીને કહ્યું, “આ પહેલો આવ્યો છે.”

ગણના 20:14

કાદેશથી મૂસાએ આ સંદેશા સાથે સંદેશવાહકો એદોમના રાજાને મોકલ્યા, “આ સંદેશો તમાંરા ઇસ્રાએલી ભાઈઓ તરફથી છે. અમાંરે કેવી હાડમાંરી સહન કરવી પડી છે એ તમે જાણો છો.

પુનર્નિયમ 23:8

તેઓના વંશજોની ત્રીજી પેઢી એટલે કે અદોમીઓ અને મિસરવાસીઓના પૌત્રો-પ્રપૌત્રો યહોવાની ઉપાસના કરવા એકઠી થયેલી સભામાં જોડાઇ શકે.

યહોશુઆ 24:4

અને મેં ઈસહાકને બે પુત્રો યાકૂબ અને એસાવ આપ્યો, અને એસાવને મેં સેઈરનો ડુંગરાળ દેશ સોંપ્યો. પણ યાકૂબ અને તેના પુત્રો મિસર યાલ્યા ગયા.

હોશિયા 12:3

એમનો પૂર્વજ યાકૂબ ગર્ભમાં હતો ત્યાં જ તેણે પોતાના ભાઇને દગો દીધો હતો અને મોટો થતાં તેણે દેવ સાથે બાથ ભીડી હતી.

હોશિયા 12:4

હા, તે દેવદૂત સાથે લડ્યો અને જીત્યો હતો. તેના તરફથી આશીર્વાદ મેળવવાને તેણે રૂદન કર્યું અને વિનંતીઓ કરી. બેથેલમાં તેણે દેવની મોઢેમોઢ મુલાકાત કરી. દેવે તેની સાથે વાત કરી.

માલાખી 1:2

યહોવા કહે છે કે, “મેં તમને પ્રેમ કર્યો છે,”તેમ છતાં તમે પૂછો છો કે, “તમે અમને પ્રેમ કરો છો તે પ્રગટ થાય છે?”ત્યારે યહોવા જવાબ આપે છે, “એસાવ અને યાકૂબ ભાઇઓ હતા, પણ મેં યાકૂબ પર મારો પ્રેમ દર્શાવ્યો છે.”

Interlinear

Choose Theme