પછી હાગ્ગાયે સ્પષ્ટતા કરી, “યહોવા કહે છે કે ‘તમારુંં વલણ સ્વાથીર્ છે; તમારું હૃદય ભૂંડું છે અને તેથી એ લોકો જે કઇં ધરાવે છે તે પણ અશુદ્ધ છે. માત્ર તમારાં અર્પણો જ નહિ પણ મારી સેવાના નામે તમે જે કઇં કરો છો તે બધું જ અશુદ્ધ છે.”
Cross references
યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેના યાજકો સાથે તથા શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ અને તેના સાથીઓએ ઇસ્રાએલના દેવની વેદી ફરીથી બાંધી, જેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેની પર દહનાર્પણો ચઢાવી શકાય.
દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.
ઘમંડી આખો, ઘમંડી હૃદય મશાલરૂપ જે દુષ્ટોને દોરે છે, તે બધાં પાપ યુકત છે.
દુષ્ટનો યજ્ઞ યહોવા ધિક્કારે છે, પછી જો ખોટા વિચારોથી યજ્ઞ કરે તો પૂછવું જ શું?
જે વ્યકિત નીતિનિયમ પાળતો નથી તેની પ્રાર્થના બેસ્વાદ હોય છે.
યહોવા કહે છે, તમારા અસંખ્ય યજ્ઞો મારી આગળ તમે કર્યા છે છતાં તે મારે કોઇ કામના નથી. તમારા પુષ્ટ ઘેટાંની મારે જરૂર નથી. તમારાં અર્પણો, ગોધા, હલવાન તથા બકરાનું લોહી મને ભાવતું નથી.
પરંતુ જે લોકો પોતાની જાતે પોતાના માર્ગની પસંદગી કરીને પોતાનાં પાપોમાં આનંદ માને છે અને જૂઠા દેવોને ધૂપ અર્પણ કરે છે, તેમને હું શ્રાપ આપીશ. દેવ તેમના અર્પણોને માન્ય રાખશે નહિ, આવા માણસો દેવની વેદી પર બળદનું બલિદાન આપે તે મનુષ્યના બલિદાન સમાન ગણાશે અને તેનો સ્વીકાર થશે નહિ. પણ જો તેઓ ઘેટાંનું ખાદ્યાર્પણ લાવે તો તે દેવની ષ્ટિમાં કૂતરાં અથવા ડુક્કરના રકતનું અર્પણ કરવા જેવું ધિક્કારપાત્ર ગણાશે!
“આ મંદિર હજી જર્જરીત અવસ્થામાં ઉજ્જડ પડી રહેલું છે, તે દરમ્યાન તમારે તમારા છતવાળાઁ રૂડાંરૂપાળાં મકાનોમાં રહેવાનો આ વખત છે શું?
જે લોકો પોતે શુદ્ધ છે, તેઓના માટે તો બધી વસ્તુઓ શુદ્ધ હોય છે. પરંતુ પાપથી ભરેલા અને અવિશ્વાસીઓને માટે કંઈ પણ શુદ્ધ હોતું નથી. ખરેખર, એ લોકોના વિચારો દુષ્ટ બન્યા છે અને સત્ય શું છે તે જાણવા તેઓનું જ્ઞાન નષ્ટ થઈ ગયુ છે.
તમારે કેટલાએક લોકોને બચાવવાની જરુંર છે. તમે તેઓને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવશો. પણ જ્યાંરે તમે બીજા લોકો જે પાપીઓ છે તેઓને મદદ કરવા ઈચ્છો છો ત્યારે સાવધ રહો. તેમનાં વસ્ત્રો જે પાપથી ગંદા થયેલાં છે તેને પણ ઘિક્કારો.