Home Bibles એઝરા 3:2 · ગુજરાતી બાઇબલ
એઝરા 3:2 · ગુજરાતી બાઇબલ

યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેના યાજકો સાથે તથા શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ અને તેના સાથીઓએ ઇસ્રાએલના દેવની વેદી ફરીથી બાંધી, જેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેની પર દહનાર્પણો ચઢાવી શકાય.

Cross references

ઊત્પત્તિ 12:7

યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું કે, “હું આ દેશ તારા વંશજોને આપીશ.”આથી યહોવા ઇબ્રામ સામે જે જગ્યાએ પ્રગટ થયો તે જગ્યાએ ઇબ્રામે યહોવાની ઉપાસના માંટે એક વેદી બંધાવી.

નિર્ગમન 20:24

“માંરા માંટે તમે લોકો એક માંટીની વેદી બનાવજો, અને તેના પર તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરોમાંથી મને દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવજો. અને જે સર્વ જગાએ હું માંરું નામ સ્થાપીશ, ત્યાં હું તમાંરી પાસે આવીશ અને તમને આશીર્વાદ આપીશ.

નિર્ગમન 27:1

વેદી બાવળના લાકડાની બનાવવી, જે ચોરસ હોય અને 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊંચી હોય.

ગણના 28:2

“ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે આજ્ઞા કર:

ગણના 28:3

તમાંરે નિયત સમયે મને આગમાં બનાવેલું ખાદ્યાર્પણ ધરવું, તેની સુગંધ મને પ્રસન્ન કરે છે.” તેથી તમાંરે નીચે મુજબ અર્પણ ચઢાવવું. પ્રતિદિન તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરના બે નર હલવાનોનું દહનાર્પણ કરવું જ.

ગણના 28:28

એની સાથે બળદ દીઠ 24વાટકા, ઘેટા દીઠ 16વાટકા

પુનર્નિયમ 12:5

યહોવા તમાંરા દેવ તમાંરા કુળસમૂહો વચ્ચે એક ખાસ જગ્યા પસંદ કરશે. યહોવા તેમનું નામ ત્યાં મૂકશે. તે તેમનું ખાસ ઘર રહેશે. તમાંરે તેની ભકિત કરવા તે જગ્યાએ જ જવાનું છે.

ન્યાયાધીશો 6:24

ત્યારબાદ ગિદિયોન ત્યાં ગયો અને ત્યાં યહોવાને માંટે એક વેદી બાંધી અને તેનું નામ ‘યહોવાની શાંતિ’ પાડયું. આજના દિવસે પણ એ વેદી “યહોવાની શાંતિ” યહોવા શાલોમ: ઓફ્રાહ નગરમાં છે જ્યાં અબીએઝરીનું કુટુંબ વસે છે.

1 કાળવ્રત્તાંત 3:17

બંદીવાન યખોન્યાના પુત્રો: તેનો પુત્ર શઆલ્તીએલ.

1 કાળવ્રત્તાંત 3:19

પદાયાના પુત્રો: ઝરુબ્બાબેલ તથા શિમઈ; ઝરુબ્બાબેલના પુત્રો: મશુલ્લામ તથા હનાન્યા; તેઓની બહેન શલોમીથ હતી:

1 કાળવ્રત્તાંત 23:14

દેવના સેવક મૂસાના વંશજોને લેવીઓમાં ગણવામાં આવ્યા હતા.

2 કાળવ્રત્તાંત 6:6

પણ હવે એ નગર તરીકે મેં યરૂશાલેમને અને ઇસ્રાએલી રાજા તરીકે દાઉદને પસંદ કર્યો છે.’

એઝરા 2:2

તેઓમાં યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાઅનાહની ઝરુબ્બાબેલની સાથે આવ્યા.ઇસ્રાએલી લોકોની સંખ્યા:

એઝરા 5:2

ત્યારે શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ તથા યોસાદાકના પુત્ર યેશૂઆએ યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાનું શરૂ કરી દીધું. દેવના પ્રબોધકો તેમને ટેકો આપતાં હતાં.

એઝરા 10:18

યાજકોના કુટુંબોમાં નીચેના માણસો વિધમીર્ સ્ત્રીઓને પરણેલા માલૂમ પડ્યા હતા, તેઓ આ મુજબ છે: યેશુઆના વંશજોમાંના, યોશાદાકનો પુત્ર તથા તેના ભાઇઓ માઅસેયા, અલીએઝેર, યારીબ તથા ગદાલ્યા.

એઝરા 10:20

ઈમ્મેરના વંશજોમાંથી હનાની અને ઝબદીયા;

એઝરા 10:21

હારીમના વંશજોમાંથી માઅસેયા, એલિયા, શમાયા, યહીએલ, અને ઊઝઝિયા,

એઝરા 10:22

પાશહૂરના વંશજોમાંથી એલ્યોએનાય, માઅસેયા, ઇશ્માએલ, નથાનએલ, યોઝાબાદ અને એલઆસાહ.

નહેમ્યા 12:1

શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ અને યેશૂઆની સાથે જે યાજકો આવ્યાં તેઓનાં નામની યાદી: સરાયા, યમિર્યા, એઝરા,

નહેમ્યા 12:8

વળી તેઓની સાથે આવેલા લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઇ, કાદ્મીએલ, શેરેબ્યા, યહૂદા, માત્તાન્યા માત્તાન્યાએ પોતાના સગાંવહાંલાની સાથે આભાર સ્તુતિનું ગીતનું માર્ગદર્શન આપ્યું.

ગીતશાસ્ત્ર 78:68

પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા તે સિયોન પર્વતને તેમણે પસંદ કર્યા.

હાગ્ગાચ 1:1

દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રબોધક હાગ્ગાય મારફત યહોવાનો સંદેશો આવ્યો. આ સંદેશો યહૂદાના સૂબા શઆલ્તીએલના પુત્ર, ઝરુબ્બાબેલની, તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆ માટે હતો.

હાગ્ગાચ 1:12

ત્યારે ઝરુબ્બાબેલ અને યાજક યહોશુઆએ બાકીના લોકો સાથે મળીને તેમના દેવ યહોવાના તથા હાગ્ગાયનાં વચનો પર ધ્યાન આપ્યું. તેઓએ યહોવાની આજ્ઞાનું પાલન કર્યુ અને તેમનો ભય રાખ્યો.

હાગ્ગાચ 1:14

ત્યારે યહોવા દેવે યહૂદાના સૂબા શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલનું તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆનું મન, તથા બાકી રહેલા સર્વ લોકોનું મન જાગૃત કર્યું;

હાગ્ગાચ 2:2

યહૂદિયાના સૂબા શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલને તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆને તથા બાકી રહેલા લોકોને હવે કહે કે,

હાગ્ગાચ 2:21

યહૂદાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને કહે કે, “હું આકાશોને તથા પૃથ્વીને હચમચાવી નાખીશ.”

હાગ્ગાચ 2:23

પરંતુ આ બનશે ત્યારે, ઓ મારા સેવક ઝરુબ્બાબેલ, હું તને મારો અંગત મુદ્રા મહોર બનાવીશ. કારણકે મેં તને પસંદ કર્યો છે.”એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે. 

ઝખાર્યા 3:1

ત્યારબાદ દેવદૂતે મને પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દેવદૂત પાસે ઊભેલો બતાવ્યો, અને તેની જમણી બાજુએ તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાન ઊભો હતો.

ઝખાર્યા 3:8

હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ, તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો. જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.

ઝખાર્યા 4:6

પછી તેણે મને કહ્યું, “યહોવાનો આ સંદેશ ઝરુબ્બાબેલ માટે છે, ‘બળથી કે શકિતથી નહિ પણ મારા તરફથી મળતા આત્માને કારણે તું વિજયવંત થશે.”

ઝખાર્યા 6:11

અને તેણે આપેલાં ચાંદી અને સોનું લઇ એક મુગટ ઘડાવી તે મુખ્યયાજક યહોસાદાકના પુત્ર યહોશુઆના માથે મૂકજે.

માથ્થી 1:12

બાબિલમાં તેઓને લઈ ગયા પછી:યખોન્યા શલથિયેલનો પિતા હતો.શલથિયેલ ઝરુંબ્બાબેલનો પિતા હતો.

લૂક 3:27

યોહાનાનનો દીકરો યોદા હતો.રેસાનો દીકરો યોદા હતો.ઝરુંબ્બાબેલનો દીકરો રેસા હતો.શઆલ્તીએલનો દીકરો ઝરુંબ્બાબેલ હતો.નેરીનો દીકરો શઆલ્તીએલ હતો.

Interlinear

Choose Theme