તારી સાથે જે બધી જાતના જીવો, પંખીઓ અને પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પ્રાણીઓ છે તે બધાંને પણ તારી સાથે બહાર લઈ આવ. જેથી તેઓ તેમનો વંશ વધારે અને પૃથ્વી પર વૃદ્વિ પામે.”
Cross references
પછી દેવે તે પ્રાણીઓને આશીર્વાદ આપ્યા. અને કહ્યું, “જાઓ, ઘણાં બધાં બચ્ચાં પેદા કરો અને સાગરનાં પાણીને ભરી દો. અને પક્ષીઓ પણ બહુ જ વધી જાઓ.”
દેવે તેઓને આશીર્વાદ આપ્યા. દેવે તેઓને કહ્યું, “ઘણાં સંતાનો પ્રાપ્ત કરો, પૃથ્વીને ભરી દો અને તેનું નિયંત્રણ કરો. સાગરનાં માંછલાં પર અને આકાશના પક્ષીઓ પર શાસન કરો. પૃથ્વી પરનાં પ્રત્યેક જીવ પર શાસન કરો.”
તેઓ તેમજ દરેક જાતનાં પૃથ્વી પરનાં પ્રાણીઓ વહાણમાં હતાં. દરેક જાતના પશુ, દરેક જાતનાં પેટે ચાલનારાં પ્રાણીઓ અને દરેક જાતનાં પક્ષી તેમજ પાંખવાળા જીવો વહાણમાં ચઢી ગયાં હતાં.
પછી દેવે નૂહ અને તેના પુત્રોને આશીર્વાદ આપ્યા અને તેમને કહ્યું કે, બાળકો પેદા કરો, અને તમાંરા લોકોથી પૃથ્વીને ભરી દો.
“અને હવે તમે સંતતિ પેદા કરો, વંશવેલો વધારો અને પૃથ્વી પર પુષ્કળ સંતાન પેદા કરો, વૃદ્વિ પામો.”
તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે; અને ઢોર-ઢાંખર પણ વધે છે .
અમારી વખારો વિવિધ જાતના બધાં અનાજથી ભરપૂર થાઓ; અને તે અમને હંમેશા મળતું રહે. અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારોને દશ હજારો બચ્ચાં જણનાર થાઓ.
યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હુ ઇસ્રાએલને અને યહૂદિયાને માણસોને તથા તેના પશુધનને પુષ્કળ વધારીશ.