Home Bibles ઊત્પત્તિ 8:16 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 8:16 · ગુજરાતી બાઇબલ

“હવે, વહાણને છોડો. તું, તારી પત્ની, તારા છોકરાઓ અને તારા છોકરાઓની પત્નીઓ સાથે વહાણમાંથી બહાર નીકળો.

Cross references

ઊત્પત્તિ 7:1

પછી યહોવાએ નૂહને કહ્યું, “મેં જોયું છે કે, આ સમયે પાપી લોકોમાં તું જ એક ન્યાયી વ્યકિત છે એટલે તું તારા પરિવારને ભેગો કર. અને તમે બધા વહાણમાં જાઓ.

ઊત્પત્તિ 7:7

નૂહ અને તેનો પરિવાર જળપ્રલયથી બચવા માંટે વહાણમાં ચાલ્યા ગયાં. નૂહની પત્ની, તેના પુત્રો અને પુત્રવધૂઓ તેમની સાથે હતાં.

ઊત્પત્તિ 7:13

બરાબર તે જ દિવસે નૂહ તેની પત્ની, તેના પુત્રો, શેમ, હામ, અને યાફેથ અને તેમની પત્નીઓ વહાણમાં ગયાં.

યહોશુઆ 3:17

બધા ઇસ્રાએલી લોકો સૂકી જમીન પર ચાલ્યા અને નદી પાર કરી અને યહોવાના કરારકોશને લઈ જતાં યાજકો, નદીની મધ્યમાં રોકાયા. એમ આખી પ્રજા યર્દન ઊતરી ગઈ.

યહોશુઆ 4:10

જે સર્વ આજ્ઞાઓ મૂસાએ યહોશુઆને આપી હતી, તે પ્રમાંણે જે કઈ લોકોને ફરમાંવવાનું યહોવાએ યહોશુઓને કહ્યું હતું તે સધળું પૂરું થયું ત્યાં સુધી યાજકો કરારકોશ સાથે યર્દન નદીની વચ્ચોવચ્ચ ઊભા રહ્યા. અને લોકો ઉતાવળ કરીને નદી પાર કરી ગયા.

યહોશુઆ 4:16

“સાક્ષ્યકોશને ઉપાડનારા યાજકોને યર્દન નદીમાંથી બહાર આવવાનું કહે.”

યહોશુઆ 4:17

અને યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી, “યર્દન નદીમાંથી બહાર આવો.

ગીતશાસ્ત્ર 91:11

કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.

ગીતશાસ્ત્ર 121:8

તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે. તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.

દારિયેલ 9:25

“માટે હવે તું સાંભળ! યરૂશાલેમ ફરી બાંધવાની આજ્ઞા અપાઇ એ સમયથી નિયુકત કરેલો રાજકુમાર આવે ત્યાં સુધીનો સમય સાત અઠવાડિયાઁનો હશે. છતાં યરૂશાલેમની શેરીઓ તથા ભીતો બાસઠ અઠવાડિયાઁમાં ફરીથી બંધાશે. આ આપત્તિનો સમય હશે.

ઝખાર્યા 9:11

યહોવા કહે છે, “તમારી સાથે લોહીથી કરેલા કરાર મુજબ હું દેશવટો ભોગવતા તમારા ભાઇઓને કારાવાસની ગર્તામાંથી મુકત કરું છું.

પ્રેરિતોનાં ક્રત્યો 16:27

સંત્રી જાગી ઊઠ્યો. તેણે જોયું કે કારાવાસના દરવાજા ઉધડી ગયા હતા. તેણે વિચાર્યુ, કે કેદીઓ લગભગ ભાગી ગયા છે. તેથી સંત્રીએ તેની તલવાર ઉપાડી અને તેની જાતે આત્મહત્યા કરવા જતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:37

પરંતું પાઉલે સૈનિકોને કહ્યું, “તમારા આગેવાનોએ સાબિત કર્યુ નથી કે અમે ખોટું કર્યુ છે. પણ તેઓએ અમને લોકોની સામે માર્યા અને કારાવાસમાં પૂર્યા. અમે રોમન નાગરિકો છીએ. તેથી અમને હક્ક છે. હવે આગેવાનોની ઈચ્છા અમને ગુપ્ત રીતે જવા દેવાની છે. ના! આગેવાનોએ આવવું જોઈએ અને અમને બહાર લાવવા જોઈએ!

Interlinear

Choose Theme