Home Bibles ઊત્પત્તિ 48:7 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 48:7 · ગુજરાતી બાઇબલ

જયારે હું પાદાનથી આવતો હતો ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો તે દરમ્યાન રસ્તામાં જ કનાન દેશમાં જ રાહેલનું દુ:ખદ અવસાન થયું; એટલે મેં તેને એફ્રાથના એટલે બેથલેહેમના માંર્ગમાં જ દફનાવી.”

Cross references

ઊત્પત્તિ 25:20

ઇસહાકે 40 વર્ષની વયે રિબકા સાથે લગ્ન કર્યા. રિબકા પાદાનારામની વતની હતી. તે અરામના બથુએલની પુત્રી અને અરામના લાબાનની બહેન હતી.

ઊત્પત્તિ 35:9

જયારે યાકૂબ પાદ્દાનારામથી પાછો ફર્યો ત્યારે દેવે ફરીથી તેને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા.

ઊત્પત્તિ 35:16

યાકૂબ અને તેના માંણસોએ બેથેલ છોડયું. અને જ્યારે તેઓ એફ્રાથથી હજી થોડે અંતરે હતા ત્યાં જ રાહેલને પ્રસૂતિની પીડા શરૂ થઇ.

ઊત્પત્તિ 35:19

આમ, રાહેલનું અવસાન થયું અને તેને એફ્રાથ, એટલે કે, બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી.

રૂત 1:2

તે વ્યકિતનું નામ અલીમેલેખ હતું. એની પત્નીનું નામ નાઓમી હતું, અને એના પુત્રોનાં નામ માંહલોન અને કિલ્યોન હતાં. તેઓ યહૂદિયામાં આવેલા બેથલેહેમમાંથી મોઆબ દેશમાં આવીને તેઓ ત્યાં રહેવા લાગ્યાં.

1 શમુએલ 1:1

એફાઈમના પર્વતીય પ્રદેશમાં એલ્કાનાહ નામનો માંણસ રહેતો હતો. તે સૂફ કુળમાંથી હતો. તેના પિતાનું નામ યરોહામ હતું. યરોહામના પિતાનું નામ અલીહૂ હતું. અલીહૂના પિતાનું નામ તોહૂ હતું અને તોહૂના પિતાનું નામ સૂફ હતું જે એફાઇમ કુળસમૂહમાંથી હતો.

1 શમુએલ 10:2

આજે તું માંરી પાસેથી વિદાય થશે ત્યારે તને બિન્યામીનના પ્રદેશમાં સેલ્સાહ ખાતે આવેલ ‘રાહેલ’ની કબર નજીક બે માંણસો મળશે. તેઓ તને કહેશે કે, ‘જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે ગધેડાંની બદલે તારા પિતા તારી ચિંતા કરતા હશે. તેઓ વિચાર કરતા હશે કે, ‘માંરા પુત્રને શોધવા હું શું કરું?”‘

1 શમુએલ 17:12

યહુદાના બેથલેહેમમાં એફાથી કુલમાંના યશાઇનો પુત્ર દાઉદ હતો. યશાઇને સાઠ પુત્રો હતા. શાઉલના સમયે યશાઇ વૃદ્વ ગણાતો.

મીખાહ 5:2

હે બેથલેહેમ એફ્રાથાહ, તું યહૂદિયાનું સૌથી નાનકડું ગામડું છે, પણ મને લાગે છે કે, “ઇસ્રાએલનો શાસક તારામાંથી આવશે, જેના વંશના મૂળ ખૂબ પ્રાચીન કાળમાં છે.”

માથ્થી 2:18

“રામામાં એક અવાજ સંભળાયો. તે કારમા રૂદનનો અને અત્યંત શોકયુક્ત હતો. રાહેલ તેના બાળકો માટે રૂદન કરી રહી છે; તે દિલાસો મેળવવાનો નકાર કરે છે, કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે.” યર્મિયા 31:15

Interlinear

Choose Theme