Home Bibles ☰ Books ઊત્પત્તિ 45:16 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 45:16 · ગુજરાતી બાઇબલ

પછી જયારે ફારુનના મહેલમાં સમાંચાર વહેતાં થયા કે, યૂસફના ભાઈઓ આવ્યા છે; ત્યારે ફારુન તથા તેના સેવકો ખુશ થયા.

Cross references

ઊત્પત્તિ 16:6

પરંતુ ઇબ્રામે સારાયને કહ્યું, “તું હાગારની શેઠાણી છે. તું તને ઠીક લાગે તેમ એની સાથે કરી શકે છે. તેથી સારાયએ હાગાર સાથે સખતાઈ કરવા માંડી, તેથી તેની દાસી નાસી ગઈ.”

ઊત્પત્તિ 20:15

અબીમેલેખે કહ્યું, “જો, આ માંરો સમગ્ર દેશ તારી આગળ છે. તારી મરજી હોય ત્યાં તું જઈને રહી શકે છે.”

ઊત્પત્તિ 34:18

આ કરારથી હમોર અને શખેમ બહું પ્રસન્ન થયા.

ઊત્પત્તિ 41:33

તેથી કરીને હવે ફારુને કોઈ બુદ્વિમાંન અને જ્ઞાની પુરુષને પસંદ કરીને મિસર દેશનો વહીવટ સોંપી દેવો જોઈએ.

ઊત્પત્તિ 41:37

આ સલાહ ફારુન અને તેના બધા અમલદારોને પસંદ પડી. તેથી ફારુને પોતાના અમલદારોને કહ્યું.

પુનર્નિયમ 1:33

યહોવા આખા રસ્તે તમાંરા મુકામ માંટે જગ્યા શોધવા તમાંરી આગળ ચાલતા હતા. રાત્રે અગ્નિસ્તંભ દ્વારા અને દિવસે મેઘસ્તંભ દ્વારા તે આગળ રહી તમને માંર્ગ બતાવતા હતા.

2 શમએલ 3:36

દાઉદનું ર્વતન જોઈ લોકો ખૂબ રાજી થયા. કેમકે તેમને લાગ્યું કે દાઉદે સાચું કર્યુ હતું.

2 કાળવ્રત્તાંત 30:4

આ કરાર રાજાને તેમજ સમગ્ર સભાને સ્વીકાર્ય હતો.

એસ્તેર 1:21

રાજા તથા તેના અધિકારીઓને મમૂખાનની સલાહ પસંદ પડી અને તે પ્રમાણે કર્યુ.

એસ્તેર 2:4

પછી જે કન્યા રાજાને સૌથી વધુ પસંદ પડે તે કુમારિકા વાશ્તીને બદલે રાણી થાય. આ સલાહ રાજાને ગમી, તેણે તરત જ આ યોજનાનો અમલ કર્યો.

એસ્તેર 5:14

ત્યારે તેની પત્ની તથા મિત્રોએ તેને સલાહ આપી, “પંચોતેર ફૂટ ઊંચો ફાંસીનો માચડો તૈયાર કરાવ અને સવારે રાજા પાસેથી મોર્દખાયને તે પર લટકાવી મારી નાખવાની પરવાનગી લઇ આવ. અને આમ થશે ત્યારે તું આનંદથી રાજા સાથે ઉજાણી માણી શકશે.”આ સલાહ હામાનને પસંદ પડી અને તેણે ફાંસીનો માચડો તૈયાર કરવાનો હુકમ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 6:5

સમગ્ર સમૂહને આ વિચાર ગમ્યો. તેથી તેઓએ સાત પુરુંષોની પસંદગી કરી. સ્તેફન (વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર માણસ) ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તીમોન, પાર્મિનાસ, અને નિકોલાઉસ (અંત્યોખનો યહૂદિ થયેલો માણસ).

પ્રેરિતોનાં ક્રત્યો 7:13

પછી તેઓ બીજી વાર ગયા. આ વખતે, યૂસફે તેના ભાઈઓને તે કોણ હતો તે કહ્યું અને ફારુંને યૂસફના પરિવાર વિષે જાણ્યું.

Interlinear

Choose Theme