આ એ જ પ્યાલો છે જે માંરા ધણી પીવા માંટે અને રહસ્યો જાણવા માંટે વાપરે છે. તમે ખરેખર ખોટું કર્યુ છે.”‘
Cross references
લાબાને તેને કહ્યું, “મને થોડું કહેવા દે, મને અનુભવ થયો છે કે, તારા કારણે યહોવાએ માંરા પર કૃપા કરી છે.
યૂસફે તેઓને પૂછયું, “આ તમે શું કર્યુ? તમે એટલું પણ નથી જાણતા કે, માંરા જેવો માંણસ જે શુકન જુએ છે તેને ખબર પડયા વિના રહેશે નહિ.”
“તમાંરે લોહીવાળું માંસ ખાવું નહિ, તેમજ કામણ ટૂમણ પણ કરવું નહિ, તેમજ તમાંરે જ્યોતિષીઓ કે જાદુગરો પાસે જવું નહિ.
કોઈ પણ ઇસ્રાએલીએ પોતાના પુત્ર કે પુત્રીને અગ્નિમાં બલી તરીકે હોમવાં નહિ, કોઇ પણ ઇસ્રાએલી જ્યોતિષ, જાદુગર, ડાકણ, કે માંયાવી જાદુગર બને નહિ.
બેન-હદાદના માંણસોએ આને શુભ શુકન માંની લઈ તરત જ તેના શબ્દો પકડી લઈ કહ્યું, “જી, બેન-હદાદ આપના ભાઈ છે.”આહાબે કહ્યું, “જાઓ, તેને લઈ આવો.”પછી બેન-હદાદ બહાર આવ્યો અને આહાબે તેને પોતાના રથમાં બેસાડ્યો.
તેણે પોતાના પુત્રને હોમયજ્ઞમાં હોમી દીધો. તે લાભમુહૂર્ત પૂછતો, જાદુ કરતો, ને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો; તેણે યહોવાને ન ગમે તેવાં બીજા અનેક કાર્યો કરી યહોવાનો રોષ વહોરી લીધો.