Home Bibles ઊત્પત્તિ 44:15 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 44:15 · ગુજરાતી બાઇબલ

યૂસફે તેઓને પૂછયું, “આ તમે શું કર્યુ? તમે એટલું પણ નથી જાણતા કે, માંરા જેવો માંણસ જે શુકન જુએ છે તેને ખબર પડયા વિના રહેશે નહિ.”

Cross references

ઊત્પત્તિ 3:13

પછી યહોવા દેવે સ્ત્રીને કહ્યું, “તેં આમ શા માંટે કર્યું?”સ્ત્રીએ કહ્યું, “સાપે માંરી સાથે બનાવટ કરી, તેણે મને મૂર્ખ બનાવી અને મેં ફળ ખાધું.”

ઊત્પત્તિ 4:10

પછી યહોવાએ કહ્યું, “તેં આ શું કર્યું? તારા ભાઈનું લોહી ધરતીમાંથી મને પોકાર આપતા અવાજ જેવું છે

ઊત્પત્તિ 21:26

અબીમેલેખે કહ્યું, “આના વિષે મેં પહેલી વાર સાંભળ્યું છે. મને ખબર નથી કે, આ કોણે કર્યુ છે અને તેં મને કહ્યું નથી, અને આજપર્યત માંરે કાને આવ્યું નથી.”

ઊત્પત્તિ 39:8

પરંતુ યૂસફે તેની સ્પષ્ટ ના પાડી અને પોતાના શેઠની પત્નીને કહ્યું, “જુઓ, હું છું તેથી માંરા શેઠને ઘરમાં કોઈ વસ્તુની ચિંતા નથી, તેમણે તેમનું જે કાંઈ છે તે બધું એક તમાંરા અપવાદ સિવાય મને સોંપી દીધું છે.

ઊત્પત્તિ 44:4

જયારે એ લોકો શહેરથી નીકળીને થોડે દૂર ગયા એટલે યૂસફે કારભારીને કહ્યું, “જા, પેલા લોકોની પાછળ પડ, તેમને પકડી પાડ, અને કહેકે ‘તમે આ શું કર્યુ? ઉપકાર પર અપકાર? તમે માંરા શેઠનો ચાંદીનો પ્યાલો શા માંટે ચોર્યો?”

નિર્ગમન 32:1

મૂસાને પર્વત પરથી આવવામાં વિલંબ થતો જોઈને લોકોએ હારુન પાસે ભેગા થઈને કહ્યું, “ચાલ, અમને દોરવણી આપવા માંટે દેવ બનાવ. કારણ કે મિસરમાંથી અમને અહીં લઈ આવનાર મૂસા હવે અદ્રશ્ય થઈ ગયો છે; તેનું શું થયું એની અમને ખબર પડતી નથી.”

Interlinear

Choose Theme