પછી યહોવા દેવે સ્ત્રીને કહ્યું, “તેં આમ શા માંટે કર્યું?”સ્ત્રીએ કહ્યું, “સાપે માંરી સાથે બનાવટ કરી, તેણે મને મૂર્ખ બનાવી અને મેં ફળ ખાધું.”
Cross references
પરંતુ સાપે સ્ત્રીને કહ્યું, “તમે મરશો નહિ.”
પછી યહોવાએ કહ્યું, “તેં આ શું કર્યું? તારા ભાઈનું લોહી ધરતીમાંથી મને પોકાર આપતા અવાજ જેવું છે
તેથી ફારુને ઇબ્રામને બોલાવીને કહ્યું, “તેં માંરી સાથે બહુજ ખોટું કર્યું છે. તેં મને કેમ કહ્યું નહિ કે, સારાય તારી પત્ની છે ?
યૂસફે તેઓને પૂછયું, “આ તમે શું કર્યુ? તમે એટલું પણ નથી જાણતા કે, માંરા જેવો માંણસ જે શુકન જુએ છે તેને ખબર પડયા વિના રહેશે નહિ.”
વળી જો પુત્રી અવતરે તો તેના ઋતુકાળની જેમ તે ચૌદ દિવસ સુધી અશુદ્ધ ગણાય. તેથી ત્યાં સુધી ઋતુકાળની જેમ તેણે રહેવું. અને બીજા છાસઠ દિવસ સુધી તેણે તેનું લોહી શુદ્ધ થવાની રાહ જોવી.
કહ્યું, “તેં આ શું કયુંર્?”શાઉલે જવાબ આપ્યો, “મેં જોયું કે લોકો માંરી પાસેથી વિખરાઈ રહ્યા છે, તેઁ જણાવેલા સમય પ્રમાંણે તું આવ્યો નહિ, અને પલિસ્તીઓ મિખ્માંશ પાસે યુદ્ધને માંટે એકત્ર થયા છે.
આથી યોઆબે રાજાની પાસે જઈને કહ્યું, “તમે આ શું કર્યુ! આબ્નેર તમાંરી પાસે આવ્યો હતો છતાં તમે તેને સુરક્ષા સાથે પાછો વિદાય શા માંટે કર્યો? તમે આબ્નેરને નથી ઓળખતાં?
તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે,
વૃદ્વ પ્રબોધકે કહ્યું, “હું પણ તમાંરા જેવો પ્રબોધક છું;” અને આજે મને એક દેવદૂતે યહોવાનો સંદેશો આપતા કહ્યું છે કે, “માંરે તને ખોરાક અને પાણી માંટે માંરી સાથે ઘેર લઈ જવો.” હકીકતમાં વૃદ્વ પ્રબોધક તેની આગળ જૂઠ્ઠું બોલતો હતો.
આથી તે માણસો વધારે ડરી ગયા, તેઓએ તેને કહ્યું, “તેઁ આ શું કર્યું? કારણકે તેના કહેવાથી તેમણે જાણ્યું કે તે યહોવાની હજૂરમાંથી ભાગી જાય છે.”
પિલાતે કહ્યું, “હું યહૂદિ નથી! તે તારા પોતાના લોકો અને મુખ્ય યાજકો તને લાવ્યા છે. તેં શું ખોટું કર્યુ છે?”
પરંતુ મને ભય છે કે તમારું મન તમને તમારા ખ્રિસ્ત પ્રત્યેના સાચા અને શુદ્ધ અનુસરણથી દૂર ઘસડી જશે જે રીતે સર્પે હવાની સાથે દુષ્ટ રીતે કપટ કર્યુ હતું અને છેતરી હતી.
શેતાને આદમની છેતરપીંડી કરી નહિ, તેણે હવાને છેતરી અને તેથી તે પાપી બની.