Home Bibles ☰ Books ઊત્પત્તિ 37:7 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 37:7 · ગુજરાતી બાઇબલ

આપણે બધા ખેતરમાં ઘઉંના પૂળા બાંધતા હતા. એવામાં માંરો પૂળો ટટાર ઊભો રહ્યો અને તમાંરા પૂળાએ તેની આસપાસ ભેગા થઈને માંરા પૂળાને પ્રણામ કર્યા.”

Cross references

ઊત્પત્તિ 42:6

મિસર દેશનો શાસનકર્તા યુસફ હતો. દેશના તમાંમ લોકોને તે જ અનાજ વેચાતું આપતો હતો; તેથી યૂસફના ભાઈઓએ તેમની સામે આવીને ભોય લગી મસ્તક નમાંવીને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

ઊત્પત્તિ 42:9

પોતાને એ લોકો વિષે જે સ્વપ્નો આવ્યા હતાં તેનું સ્મરણ થયું.અને યૂસફે તેમને કહ્યું, “તમે જાસૂસ છો; દેશનાં છિદ્રો જોવા આવ્યા છો.”

ઊત્પત્તિ 43:26

પછી જયારે યૂસફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટ હતી તે તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા; અને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

ઊત્પત્તિ 43:28

અને તેઓએ ઉત્તર આપ્યો, હાજી, આપના સેવક અમાંરા પિતા કુશળ છે અને હજી જીવે છે.” અને તેઓએ ઝૂકીને દંડવત્ પ્રણામ કર્યા.

ઊત્પત્તિ 44:14

જયારે યહૂદા અને તેના ભાઇઓ, યૂસફને ઘેર પહોંચ્યા ત્યારે હજીપણ તે ત્યાં જ હતો; એટલે તેઓ તેનાં ચરણોમાં પડયા.

ઊત્પત્તિ 44:19

માંરા ધણીએ સેવકોને સવાલ કર્યો હતો કે, ‘તમાંરે પિતા અથવા ભાઈ છે?’

ઊત્પત્તિ 50:18

એટલે તેના ભાઈઓ પોતે તેની આગળ આવ્યા અને ચરણોમાં પડીને કહેવા લાગ્યા, “જુઓ, અમે તમાંરા ગુલામ છીએ.”

ફિલિપ્પીઓને પત્ર 2:10

દેવે આ કર્યું કારણ કે આકાશમાં, પૃથ્વીમાં કે પાતાળમાં સ્થિત દરેક વ્યક્તિ ઈસુના નામે ઘૂંટણે પડીને નમે તેવી દેવની ઈચ્છા હતી.

કલોસ્સીઓને પત્ર 1:18

ખ્રિસ્ત તો શરીરનું એટલે મંડળીનું શિર છે. તે આરંભ, એટલે મૂએલાંઓમાંથી પ્રથમ ઊઠેલો છે; કે જેથી સઘળામાં તે શ્રેષ્ઠ થાય.

Interlinear

Choose Theme