Home Bibles ઊત્પત્તિ 33:13 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 33:13 · ગુજરાતી બાઇબલ

પરંતુ યાકૂબે તેને કહ્યું, “તમે એ જાણો છો કે, માંરાં બાળકો હજુ નાનાં અને નિર્બળ છે, અને માંરી સાથે ધાવણાં બચ્ચાંવાળાં ઘેટાંબકરાં અને ઢોર છે. તેમની મને ચિંતા છે. એમને એક દિવસ પણ વધારે ઝડપથી ચલાવીએ તો બધાં જ ઢોરો મરી જશે.

Cross references

1 કાળવ્રત્તાંત 22:5

દાઉદે જણાવ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન અને બિનઅનુભવી છે. યહોવા માટે જે મંદિર બાંધવાનું છે તે ખૂબ ભવ્ય અને દેશવિદેશમાં વિખ્યાત થવું જોઇએ. એટલે તેના માટે બધો જ સામાન મારે જ ભેગો કરવો જોઇએ.” આથી તેણે પોતાના મૃત્યુ પહેલા બાંધકામની સર્વ સામગ્રી એકઠી કરી તૈયાર કરી નાખી.

નીતિવચનો 12:10

ભલો માણસ પોતાના પશુના જીવની સંભાળ રાખે છે પણ દુષ્ટ માણસ ક્રૂર હોય છે.

યશાયા 40:11

તે ગોવાળની જેમ પોતાના ટોળાંનું પાલન કરે છે; તે પોતાના હાથમાં હલવાનોને ઊંચકી લેશે અને વિયાએલી ઘેટીઓને હળવે હળવે દોરી જશે.

યર્મિયાનો વિલાપ 34:15

હું જાતે મારા ટોળાને ચારીશ અને આરામ કરાવીશ.” આ હું યહોવા માલિક કહું છું.

યર્મિયાનો વિલાપ 34:23

ત્યાર બાદ હું યહોવા, એમની સંભાળ લેવા માટે મારા સેવક દાઉદ જેવો એક ભરવાડ નીમીશ. તે તેમને ચારશે અને તેમનો ભરવાડ બનશે.

યોહાન 21:15

જ્યારે તેઓએ ભોજન પૂરું કર્યુ, ઈસુએ સિમોન પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને આ બીજા પુરુંષો કરતાં વધારે હેત કરે છે?”પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને હેત કરું છું.”પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા હલવાનોની સંભાળ રાખ.”

Interlinear

Choose Theme