Home Bibles 1 કાળવ્રત્તાંત 22:5 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 22:5 · ગુજરાતી બાઇબલ

દાઉદે જણાવ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન અને બિનઅનુભવી છે. યહોવા માટે જે મંદિર બાંધવાનું છે તે ખૂબ ભવ્ય અને દેશવિદેશમાં વિખ્યાત થવું જોઇએ. એટલે તેના માટે બધો જ સામાન મારે જ ભેગો કરવો જોઇએ.” આથી તેણે પોતાના મૃત્યુ પહેલા બાંધકામની સર્વ સામગ્રી એકઠી કરી તૈયાર કરી નાખી.

Cross references

પુનર્નિયમ 31:2

“હું હવે 120 વર્ષનો થયો છું, તેથી તમને સૌને દોરવા માંટે હું શકિતમાંન નથી. યહોવાએ મને કહ્યું છે કે, ‘હું યર્દન નદી પાર કરી શકીશ નહિ.’

1 રાજઓ 3:7

હવે, ઓ માંરા યહોવા દેવ, તમે તમાંરા આ સેવકને માંરા પિતા દાઉદ પછી રાજા બનાવ્યો છે, જો કે હું તો હજી છોકરો છું. કયાં જવું અને શું કરવું એ હું જાણતો નથી.

1 રાજઓ 9:8

તથા આ મંદિર ખંડેર બની જશે, અને જતા આવતા સૌ કોઈ એને જોઈને આશ્ચર્યથી પૂછશે, ‘યહોવાએ આ ભૂમિના અને આ મંદિરના આવા હાલ શા માંટે કર્યા?’

1 કાળવ્રત્તાંત 29:1

ત્યારબાદ રાજા દાઉદે સમગ્ર સભાને ઉદૃેશીને કહ્યું, “દેવે મારા પુત્ર સુલેમાનને એકલાને જ પસંદ કર્યો છે, પણ તે હજી નાદાન છોકરો છે અને કામ મોટું છે, કારણકે, આ મંદિર માણસ માટે નથી પણ દેવ યહોવા માટે છે.

2 કાળવ્રત્તાંત 2:4

અત્યારે હું મારા દેવ યહોવા માટે મંદિર બાંધવા માંગુ છું, જ્યાં તેની સમક્ષ નિત્ય ધૂપ થાય, નિત્ય એની સામે રોટલી અપિર્ત થતી રહે, વિશ્રામવારોએ, અમાસને દિવસે અને અમારા દેવ યહોવા દ્વારા ઠરાવાયેલા બીજા ઉત્સવોને દિવસે સવારેને સાંજે દહનાર્પણ અપાય, કારણકે ઇસ્રાએલને માથે એ કાયમી ફરજ છે.

2 કાળવ્રત્તાંત 2:5

“હું જે મંદિર બાંધવાનો છું તે ઘણું મોટું થવાનું છે, કારણ, અમારો દેવ સર્વ દેવો કરતઁા મોટો છે.

2 કાળવ્રત્તાંત 2:8

વળી, મને દેવદારનું, પાઇનના વૃક્ષનું અને ઓલ્ગમંના વૃક્ષનું લાકડું પણ મોકલાવશો, કારણ, મને ખબર છે કે તમારા માણસો દેવદારમાં વૃક્ષો પાડવામાં પાવરધાં છે. મારા માણસો તમારા માણસો સાથે કામ કરશે.

2 કાળવ્રત્તાંત 7:21

તેની ખ્યાતિને બદલે ત્યાં થઇને પસાર થનારાઓ આશ્ચર્ય પામી પૂછશે, ‘યહોવાએ આ દેશ અને આ મંદિરની આવી દુર્દશા શા માટે કરી?’

2 કાળવ્રત્તાંત 13:7

અને કેટલાક નકામા અને અનિષ્ટ માણસો તેની સાથે મળી ગયા છે. અને સુલેમાનનો પુત્ર રહોબઆમ નાદાન અને મૂર્ખ હતો, અને તેમનો સામનો ન કરી શકે એવો હતો. તેઓ રહોબઆમ કરતા શકિતશાળી હતા.

એઝરા 3:12

ઘણા યાજકો, લેવીઓ અને કુટુંબના આગેવાનો અને વડીલો, જેમણે પહેલાનું મૂળ મંદિર જોયું હતું તેઓ પોતાની નજર સામે પાયો નંખાતો જોઇને રડી પડ્યા, પણ બીજા ઘણા લોકો મોટે સાદે હર્ષના પોકારો કરતા હતા.

સભાશિક્ષક 9:10

જે કઁઇ કામ તારે હાથ લાગે તે હૃદયપૂર્વક કર; કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કઈં પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.

યશાયા 64:11

અમારું પવિત્ર અને ભવ્ય મંદિર, જ્યાં અમારા પિતૃઓ તમારી સ્તુતિ કરતા હતા, તે બળીને ખાખ થઇ ગયું છે; જે જોઇને અમે આનંદ પામતા હતા, તે બધું ખંડેર બની ગયું છે.

યર્મિયાનો વિલાપ 7:20

“અને તેઓ તેના કરારના શહેરમાં આનંદ પામશે, પણ તેઓએ તેમાં અણગમતી મૂર્તિઓ બનાવી છે, તેથી મે તેને તેમનાં માટે અશુદ્ધ વસ્તુ જેવી બનાવી છે.

હાગ્ગાચ 2:3

“આ મંદિરનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઇ તમારામાં જીવતો રહ્યો છે? અને હાલ તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ત નથી?

હાગ્ગાચ 2:9

તેથી આ મંદિરની પ્રતિષ્ઠા હવે પહેલાના કરતાં ઘણી વધારે હશે. અને આ મંદિરને હું સુખ અને શાંતિ આપીશ. આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.”

લૂક 21:5

કેટલાએક લોકો મંદિર વિષે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ એક સુંદર મંદિર ઉત્તમ પથ્થરોથી બાંધેલું છે. દેવને દાનમાં અપાયેલ ઘણી સુંદર ભેટો તો જુઓ!”

યોહાન 3:30

તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે.

યોહાન 4:37

તે સાચું છે જે આપણે કહીએ છીએ, ‘એક વ્યક્તિ વાવે છે, પણ બીજી એક વ્યક્તિ પાકની કાપણી કરે છે.’

યોહાન 9:4

જ્યારે હજુ પણ દિવસનો સમય છે, ત્યારે જેણે મને મોકલ્યો છે તેનાં કામ કરવાં જોઈએ. જ્યારે રાત હોય છે ત્યારે રાત્રે કોઈ માણસ કામ કરી શકતો નથી.

યોહાન 13:1

યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ સમય હતો. ઈસુએ જાણ્યું કે આ જગત છોડવાનો તેના માટેનો સમય હતો. હવે તે સમય ઈસુ માટે પિતા પાસે પાછા જવાનો હતો. ઈસુએ હંમેશા જગતમાં જે તેના હતા તે લોકોને પ્રેમ કરતો હતો. તેનો પ્રેમ સંપૂર્ણ શ્રેષ્ઠ હતો. હવે ઈસુનો તેનો પ્રેમ તેઓને બતાવવાનો સમય હતો.

2 પિતરનો પત્ર 1:13

જ્યાં સુધી હું અહીં આ પૃથ્વી પર જીવિત હોઉ ત્યાં સુધી હું માનું છું કે મારા માટે તમને આ બાબતોનું સ્મરણ કરાવવું તે યોગ્ય જ છે.

Interlinear

Choose Theme