Home Bibles ઊત્પત્તિ 32:3 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 32:3 · ગુજરાતી બાઇબલ

યાકૂબનો ભાઈ એસાવ ‘સેઇર’ પ્રદેશમાં રહેતો હતો. તે અદોમનો પહાડી પ્રદેશ હતો. યાકૂબે એસાવની પાસે ખેપિયાઓને મોકલ્યા.

Cross references

ઊત્પત્તિ 14:6

અને સેઇરનાં પર્વતીય પ્રદેશમાં રહેતા હોરી લોકોને એલપારાનમાં (જે રણની નજીક છે) હાંકી કાઢયાં.

ઊત્પત્તિ 25:30

તેથી તેણે યાકૂબને કહ્યું, “આ લાલ શાકમાંથી મને થોડું ખાવા માંટે આપ. મને ખૂબ ભૂખ લાગી છે.” (આથી તેનું નામ અદોમ પડયું)

ઊત્પત્તિ 27:41

તે પછી આ આશીર્વાદને કારણે એસાવ યાકૂબની ઘૃણા કરતો રહ્યો. તેણે મનોમન વિચાર્યુ, “માંરા પિતા જલદીથી મૃત્યુ પામશે અને હું તેનો શોક મનાવીશ. પરંતુ તે પછી હું યાકૂબને માંરી નાખીશ.” એસાવના મનમાં યાકૂબ પ્રત્યે વેરવૃત્તિ જાગી હતી.”

ઊત્પત્તિ 33:14

તેથી મહેરબાની કરી તમે માંરાથી આગળ જાઓ, અને હું ધીમે ધીમે તમાંરી પાછળ આવીશ, હું માંરા બાળકો અને માંરા ઢોરોના રક્ષણ માંટે ધીમે ધીમે જઇશ જેથી તેઓ વધારે થાકી ન જાય. હું તમને સેઈરમાં મળીશ.”

ઊત્પત્તિ 33:16

એટલે એસાવ તે જ દિવસે સેઇર જવા પાછો વળ્યો.

ઊત્પત્તિ 36:6

ત્યાર બાદ એસાવ પોતાની પત્નીઓ, પુત્રો, પુત્રીઓ અને પરિવારના બધાં માંણસો તથા ઢોરો અને બધાં જાનવરોને અને કનાન દેશમાં મેળવેલી બધી માંલમિલકતને લઈને પોતાના ભાઈ યાકૂબથી દૂરના પ્રદેશમાં ચાલ્યો ગયો.

પુનર્નિયમ 2:5

તેઓની સાથે યુદ્ધ શરૂ કરશો નહિ. કારણ કે સેઇર પર્વતનો એ સમગ્ર પર્વતીય પ્રદેશ મેં એસાવને કાયમી વારસા તરીકે સોંપી દીધો છે. હું તમને એમના પ્રદેશમાંથી એક વેંત જેટલી જમીન પણ આપીશ નહિ.

પુનર્નિયમ 2:22

તેવી જ રીતે સેઇરમાં વસતા એસાવના વંશજોને દેવે મદદ કરી. જ્યારે હોરીઓએ એમના ઉપર હુમલો કર્યો ત્યારે દેવે હોરીઓનો નાશ કરવામાં તેમની મદદ કરી. અને એસાવના વંશજોએ તે લોકોના પ્રદેશનો કબજો લઈને ત્યાં વસવાટ કર્યો અને આજે પણ તેઓ ત્યાં રહે છે.

યહોશુઆ 13:30

તેઓની હદ માંહનાઈમથી, આખું બાશાન, બાશાનના રાજા ઓગનું સમગ્ર રાજ્ય, બાશાનમાં આવેલા યાઈરનાં બધા શહેરો, કુલ 60 નગરો,

યહોશુઆ 24:4

અને મેં ઈસહાકને બે પુત્રો યાકૂબ અને એસાવ આપ્યો, અને એસાવને મેં સેઈરનો ડુંગરાળ દેશ સોંપ્યો. પણ યાકૂબ અને તેના પુત્રો મિસર યાલ્યા ગયા.

2 શમએલ 2:8

પરંતુ શાઉલનો સરસેનાપતિ નેરનો પુત્ર આબ્નેર તે શાઉલના પુત્ર ઇશબોશેથને માંહનાઈમ લઇ ગયો.

2 રાજઓ 6:17

પછી એલિશાએ યહોવાને પ્રાર્થના કરી કે, “હે યહોવા, તેની આંખો ખોલી નાખો અને તેને જોવા દો.”યહોવાએ તેના ચાકરની આંખ ખોલી નાખી પછી ચાકરને એ જોઇને આશ્ચર્ય થયું કે નગરની આજુબાજુના પર્વતો અગ્નિ રથો અને ઘોડાઓથી ભરાઇ ગયા હતાં.

1 કાળવ્રત્તાંત 12:23

યહોવાએ વચન આપ્યા પ્રમાણે શાઉલને બદલે દાઉદને રાજા બનાવવા માટે જે યોદ્ધાઓ હેબ્રોન ખાતે આવી મળ્યા તેમની સંખ્યા નીચે મુજબ છે;

સભાશિક્ષક 7:1

હે રાજકુંવરી, ચંપલોમાં તારા પગ કેવા સુંદર દેખાય છે! તારા પગ કુશળ કારીગરે કંડારેલા ઝવેરાત જેવા છે!

માલાખી 3:1

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, હું મારા પહેલા માર્ગને સાફ કરવા મારા દૂતને મોકલનાર છું. અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે.

લૂક 9:52

ઈસુએ પોતાની આગળ કેટલાએક માણસોને મોકલ્યા. તે માણસો ઈસુ માટે સંપૂર્ણ તૈયારી કરવા સમરૂનીઓના એક શહેરમાં ગયા.

લૂક 14:31

“જો કોઈ રાજા બીજા રાજાની સામે લડાઇ કરવા જવાનો હશે તો પહેલા બેસીને આયોજન કરશે. જો રાજા પાસે ફક્ત 10,000 માણસો હશે તો તે એમ જોવાની યોજના કરશે કે તે બીજા રાજા પાસે 20,000 માણસો છે તેને હરાવી શકે તેમ છે કે કેમ?

Interlinear

Choose Theme