Home Bibles ઊત્પત્તિ 32:11 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 32:11 · ગુજરાતી બાઇબલ

હું તમને પ્રાર્થના કરું છું કે, કૃપા કરીને મને માંરા ભાઈ એસાવના હાથમાંથી બચાવો. મને એનો ભય છે કે, રખેને તે આવીને અમને બધાંને, માંરા દીકરાઓને તેઓની માંઓ સુદ્વાંને માંરી નાખે.

Cross references

ઊત્પત્તિ 24:27

નોકરે કહ્યું, “માંરા ધણી ઇબ્રાહિમના દેવ યહોવાની પ્રશંસા થાઓ. યહોવા માંરા ધણી પ્રત્યે દયાળુ અને વફાદાર રહ્યાં છે. યહોવાએ મને માંરા ધણીના સગાઓના ઘરે દોરવ્યો છે. અને માંરા ધણીના પુત્ર માંટે યોગ્ય કન્યા તરફ દોરવ્યો છે.”

ઊત્પત્તિ 27:41

તે પછી આ આશીર્વાદને કારણે એસાવ યાકૂબની ઘૃણા કરતો રહ્યો. તેણે મનોમન વિચાર્યુ, “માંરા પિતા જલદીથી મૃત્યુ પામશે અને હું તેનો શોક મનાવીશ. પરંતુ તે પછી હું યાકૂબને માંરી નાખીશ.” એસાવના મનમાં યાકૂબ પ્રત્યે વેરવૃત્તિ જાગી હતી.”

પુનર્નિયમ 22:6

“રસ્તે જતાં આવતાં કોઈ પક્ષીનો માંળો જમીન પર અથવા વૃક્ષ પર બાંધેલો તમાંરા જોવામાં આવે અને માંળામાં બચ્ચાં હોય અથવા ઇડા પર બેઠેલી માંદા હોય, તો બચ્ચાં સાથે તમાંરે એ માંદાને લેવી નહિ,

1 શમુએલ 12:10

ત્યારે તમાંરા પિતૃઓએ યહોવાને ધા નાખી અને કહ્યું, ‘અમે પાપમાં પડયા છીએ, અમે યહોવાનો ત્યાગ કર્યો છે, અને બઆલ તથા આશ્તારોથની સેવા કરી છે; પણ હવે અમાંરા શત્રુઓના હાથમાંથી અમને છોડાવો; અમે તમાંરી સેવા કરીશું.’

1 શમુએલ 24:15

ભલે યહોવા તારી અને માંરી વચ્ચે ન્યાયધીશ રહે. યહોવા માંરો પક્ષ લેશે અને હું સાબિત કરીશ કે હું સાચો છું. તેઓ માંરી સાથે રહે અને તારા હાથમાંથી મને બચાવે.”

2 શમએલ 7:18

ત્યાર બાદ દાઉદે મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ બેસીને પ્રાર્થના કરી, “હે યહોવા દેવ, માંરા જેવા તુચ્છ માંણસ ઉપર તમે શા માંટે તમાંરા આશીર્વાદોની વૃષ્ટિ કરી છે?

ગીતશાસ્ત્ર 16:1

હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.

ગીતશાસ્ત્ર 25:20

મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો. મારી લાજ જવા દેતા નહિ, કારણ હું તમારો વિશ્વાસ કરું છું.

ગીતશાસ્ત્ર 31:2

હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો! મારા ખડક બનો. મારી સુરક્ષાની જગા બનો. મારો કિલ્લો બનો અને મને બચાવો.

ગીતશાસ્ત્ર 43:1

હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિદોર્ષ પુરવાર કરો. અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો, તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.

ગીતશાસ્ત્ર 59:1

હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો; અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.

ગીતશાસ્ત્ર 119:134

જુલમી માણસોમાંથી મને બચાવો, જેથી હું તમારા શાસનોનું પાલન કરી શકું.

ગીતશાસ્ત્ર 142:6

ખી છું; જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો; કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.

નીતિવચનો 18:19

દુભાયેલા ભાઇને મનાવવો ગઢ જીતવા કરતાં કપરું છે; તે કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.

દારિયેલ 3:17

જે દેવની અમે સેવા કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી અને આપના હાથમાંથી ઉગારવાને શકિતમાન છે. તે અમને બચાવવા માટે શકિતમાન છે.

હોશિયા 10:14

તારા લોકો વિરૂદ્ધ યુદ્ધ થશે અને દુશ્મનો તારા કિલ્લેબંધ નગરોનો નાશ કરશે. જેમ શાલ્માને યુદ્ધમાં બેથ-આર્બેલનો વિનાશ કર્યો હતો અને માતાઓને અને તેમના બાળકોને જમીન પર પછાડીને મારી નાખ્યા હતાં તેમ થશે.

માથ્થી 6:13

અને અમને લાલચમાં પડવા દઈશ નહિ; પરંતુ શેતાનથી અમને બચાવ.

Interlinear

Choose Theme