પછી લાબાને કહ્યું, “આશ્ચર્ય! તમે અમાંરા પરિવારના છો!” તેથી યાકૂબ લાબાન સાથે એક મહિના સુધી રહ્યો.
Cross references
અને મનુષ્યે કહ્યું:“બરાબર માંરા જેવી એક વ્યકિત. તેના હાડકંા માંરા હાડકામાંથી અને તેનું માંસ માંરાં માંસમાંથી થયું છે. તેણી નારી કહેવાશે, કારણ તેને નરમાંથી લેવાવામાં આવી છે.”
ઇબ્રામે લોતને કહ્યું, “માંરી અને તારી વચ્ચે તેમ જ માંરા ગોવાળ અને તારા ગોવાળ વચ્ચે ઝગડા થવા જોઈએ નહિ. આપણે બધા ભાઈઓ છીએ.
પછી યાકૂબે રાહેલને જણાવ્યું કે, હું તારા પિતાના પરિવારનો છું અને રિબકાનો પુત્ર યાકૂબ છું. એટલે રાહેલ દોડતી ઘરે ગઈ અને પિતાને આ બધી વાત કરી.
એક દિવસ લાબાને યાકૂબને કહ્યું, “તું અમાંરે ત્યાં મફતમાં કામ કરતો રહે તે શું યોગ્ય છે? તમે સંબંધી છો, ગુલામ નહિ, બોલો, હું તમને શી મજૂરી આપું?”
ચાલો, આપણે તેને ઇશ્માંએલીઓને વેચી દઈએ, અને તેને કોઈ ઈજા ન કરીએ, કારણ તે આપણો ભાઈ છે તથા આપણું જ લોહી છે.” અને તેના ભાઈઓ તેની સાથે સંમત થયા.
“તમે શખેમના નાગરિકોને આટલું પૂછી જુઓ કે, ‘તમાંરે માંટે શું સારું છે? તમાંરા ઉપર 70 જણ-યરૂબ્બઆલના સિત્તેર પુત્રો રાજ્ય કરે કે એક જણ રાજ્ય કરે? તેમ એ પણ યાદ રાખજો કે, હું અને તમે એક જ લોહીમાંસ અને હાડકાંના બનેલા છીએ.”
પછી ઇસ્રાએલના સર્વ કુળસમૂહો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, તેઓએ તેમને કહ્યું, “અમે તમાંરા સગા ભાઈઓ છીએ. અમે તમાંરા રકતમાંસ છીએ.
તમે તો માંરા ભાઈઓ છો, માંરું જ લોહી અને માંરું જ માંસ છો. રાજાને પાછો લાવવામાં તમે શા માંટે સૌથી છેલ્લા છો?”
પડોશીનો વિશ્વાસ કરશો નહિ, મિત્ર ઉપર આધાર રાખશો નહિ, તમારી પ્રાણથી પ્યારી પત્ની આગળ પણ મોઢાંનું દ્વાર સંભાળી રાખજો.
કારણ કે આપણે તેના શરીરના અવયવો છીએ.