Home Bibles ઊત્પત્તિ 26:7 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 26:7 · ગુજરાતી બાઇબલ

‘રિબકા માંરી પત્ની છે.’ એમ કહેવાની ઇસહાકમાં હિંમત નહોતી. તેને ડર હતો કે, લોકો તેની પત્નીને મેળવવા માંટે કદાચ તેને માંરી નાખશે.

Cross references

ઊત્પત્તિ 12:11

ઇબ્રામે જોયું કે, તેની પત્ની સારાય દેખાવમાં રૂપાળી હતી, તેથી મિસરમાં પ્રવેશ કરતાં પહેલા ઇબ્રામે સારાયને કહ્યું, “હું જાણું છું કે, તું દેખાવમાં બહુ રૂપાળી છે.

ઊત્પત્તિ 12:13

એટલા માંટે તું લોકોને કહેજે કે, તું માંરી બહેન છે તેથી તે લોકો મને માંરશે નહિ. તેઓ માંરા પર દયા કરશે કારણકે તે લોકો સમજશે કે, હું તારો ભાઈ છું. જેથી તારા કારણે એ લોકો માંરી સાથે સારો વ્યવહાર રાખશે. આ રીતે તું માંરો જીવ બચાવી શકીશ.”

ઊત્પત્તિ 12:15

મિસરના કેટલાક અધિકારીઓએ પણ તેને જોઈ. તે અધિકારીઓ તે સ્ત્રીને ફારુનના ઘરમાં લઈ ગયા. અને તેનાં વખાણ કર્યા કે, તે સ્ત્રી ખૂબ રૂપાળી છે.

ઊત્પત્તિ 20:2

તે સમયે ઇબ્રાહિમે ગેરારના લોકોને કહ્યું, “સારા માંરી બહેન છે. ગેરારના રાજા અબીમેલેખે આ સાંભળ્યું, અબીમેલેખ સારાને ચાહતો હતો તેથી સારાને લઈ આવવા માંટે અબીમેલેખે કેટલાક નોકરોને મોકલ્યા. અને સારાને રાખી.

ઊત્પત્તિ 20:5

ઇબ્રાહિમે જ મને કહ્યું હતું કે, ‘આ સ્ત્રી માંરી બહેન છે.’ અને એ સ્ત્રીએ પણ કહ્યું, ‘આ પુરુષ માંરો ભાઈ છે.’ હું નિદોર્ષ છું. મને તો ખબર જ નહોતી કે, હું શું કરી રહ્યો છું? મેં તો શુદ્વ વૃત્તિથી જ આ કર્યુ છે.”

ઊત્પત્તિ 20:12

અને તમને, સાચું કહું તો તે માંરી બહેન જ છે, કારણ કે તેણી માંરા બાપની દીકરી છે, જો કે, તેણી માંરી માંની પુત્રી નથી. અને તેણી માંરી પત્ની બની.

ઊત્પત્તિ 24:16

કન્યા ખૂબ રૂપાળી હતી અને કુંવારી હતી. કોઈ પુરુષનો સ્પર્શ તેને થયો ન હતો. તે પોતાનો ઘડો ભરવા માંટે કૂવા ઉપર આવી.

નીતિવચનો 29:25

વ્યકિતનો ભય એ છટકું છે, પણ જે કોઇ યહોવા પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે.

માથ્થી 10:28

“જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે.

એફેસીઓને પત્ર 5:25

જે રીતે ખ્રિસ્ત મંડળીને ચાહે છે તે રીતે પતિએ પોતાની પત્નીને ચાહવી જોઈએ.

કલોસ્સીઓને પત્ર 3:9

એકબીજા સાથે જૂઠ્ઠું ન બોલો. શા માટે? કારણ કે તમે તમારું પાપી જીવન તથા તેવાં કાર્યો જે તમે અગાઉ કરેલાં તે તો ક્યારના ય છોડી દીધાં છે.

Interlinear

Choose Theme