કન્યા ખૂબ રૂપાળી હતી અને કુંવારી હતી. કોઈ પુરુષનો સ્પર્શ તેને થયો ન હતો. તે પોતાનો ઘડો ભરવા માંટે કૂવા ઉપર આવી.
Cross references
આદમ અને તેની પત્ની હવા વચ્ચે જાતિય સંબંધ થયો અને તે ગર્ભવતી થઈ અને એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ તેઓએ ‘કાઈન’ રાખ્યું. હવાએ કહ્યું, “યહોવાની સહાયથી મને પુત્ર મળ્યો છે.”
ઇબ્રામે જોયું કે, તેની પત્ની સારાય દેખાવમાં રૂપાળી હતી, તેથી મિસરમાં પ્રવેશ કરતાં પહેલા ઇબ્રામે સારાયને કહ્યું, “હું જાણું છું કે, તું દેખાવમાં બહુ રૂપાળી છે.
‘રિબકા માંરી પત્ની છે.’ એમ કહેવાની ઇસહાકમાં હિંમત નહોતી. તેને ડર હતો કે, લોકો તેની પત્નીને મેળવવા માંટે કદાચ તેને માંરી નાખશે.
તેથી પોટીફારે ઘરની તમાંમ વસ્તુઓની જવાબદારી યૂસફને સોંપી દીધી. અને પોટીફારે બધી જ ચિંતા છોડી દીધી, તે જે અન્ન ખાતો તે સિવાય બીજી કોઈ ચિંતા કરતો નહિ.યૂસફ સુંદર અને રૂપાળો હતો.
આથી બધાં પુરુષ સંતાનોને માંરી નાખો, અને જેમણે શારીરિક સંબંધ કર્યો હોય એવી બધી સ્ત્રીઓને પણ માંરી નાખો.
હું સૂતી હોઉં છું પણ મારું હૃદય જાગૃત હોય છે. એ મારા પ્રીતમનો સાદ છે! તે ખટખટાવે છે દરવાજો ને કહે છે કે, “મારી પ્રાણપ્રિયા, મારી વ્હાલીમારી (ક્ષતિહીન) સંપૂર્ણ, મારી સુંવાળી સ્ત્રી, મારે માટે બારણું ખોલ; મારા વાળ રાત્રીના ઝાકળથી ભરેલા છે, તેથી મારું માથું ઝાકળથી ભીજાઇ ગયું છે!”