Home Bibles ઊત્પત્તિ 19:38 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 19:38 · ગુજરાતી બાઇબલ

નાની પુત્રીએ પણ એક પુત્રને જન્મ આપ્યો, તેણે પોતાના પુત્રનું નામ બેન-આમ્મી રાખ્યું; તે જે આજના બધા આમ્મોનીઓનો પૂર્વજ છે જે આજે પણ રહે છે.

Cross references

પુનર્નિયમ 2:9

“ત્યાં યહોવાએ આપણને ચેતવણી આપતાં કહ્યું, ‘લોટના વંશજો મોઆબીઓને પણ છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓના પ્રદેશમાંથી પણ હું તમને જમીન આપીશ નહિ. મેં આરનગર અને તે પ્રદેશ લોટના વંશજોને આપી દીધો છે.”‘

પુનર્નિયમ 2:19

આમ્મોનીઓના પ્રદેશમાં પહોંચી જવાનું છે. પરંતુ તેમને છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓની ભૂમિમાંથી હું તમને એક વસ્તુ પણ આપવાનો નથી. મેં તે પ્રદેશ તો લોટના વંશજોને આપી દીધો છે.”‘

પુનર્નિયમ 23:3

“કોઇ આમ્મોનીને કે મોઆબીને અથવા દશ પેઢીના તેમના કોઈ પણ વંશજને યહોવાની ઉપાસના માંટેની સભામાં દાખલ ન કરવાં;

ન્યાયાધીશો 10:6

ફરી ઈસ્રાએલીઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલદેવની અને અશેરાદેવીની મૂર્તિની તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓનાં દેવદેવીઓની પૂજા કરવા માંડી, તેમણે દેવને છોડી દીધો અને તેની ઉપાસના કરવાનું બંધ કર્યુ.

1 શમુએલ 11:1

આમ્મોનના રાજા નાહાશ યાબેશ ગિલયાદ ઉપર ચડાઈ કરવા આવ્યો અને તેની સૈનાથી શહેર પર ઘેરો ઘાલ્યો. યાબેશના લોકોએ નાહાશને કહ્યું, “અમાંરી સાથે સંધિ કરો અને અમે તમાંરા સેવકો બનશું.”

1 શમુએલ 14:47

ઇસ્રાએલમાં રાજપદ ધારણ કર્યા પછી શાઉલે ચારે બાજુના દુશ્મનો સામે યુદ્ધ ખેડયાં, તેણે મોઆબીઓ, આમ્મોનિઓ, અદોમીઓ, સોબાહના રાજા, અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યા, તે જે દિશામાં વળ્યો ત્યાં તેને વિજય મળ્યો.

2 શમએલ 10:1

થોડા સમય બાદ આમ્મોનીઓનો રાજા નાહાશ મૃત્યુ પામ્યો, અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર હાનૂન રાજ કરવા લાગ્યો.

નહેમ્યા 13:1

તે દિવસે મૂસાનું પુસ્તક લોકોને વાંચી સંભળાવવામાં આવ્યું હતું. ત્યાં તેમને એવું લખાણ મળ્યું કે, કોઇ પણ આમ્મોનીને કે મોઆબીને દેવની મંડળીમાં કદી દાખલ ન કરવો.

નહેમ્યા 13:23

હવે તે સમય દરમ્યાન મારા જાણવામાં આવ્યું કે કેટલાક યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે.

ગીતશાસ્ત્ર 83:4

તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ; જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”

ગીતશાસ્ત્ર 83:9

તમે જે મિદ્યાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે; તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.

યશાયા 11:14

તેઓ બંને ભેગા મળીને ખભેખભા મિલાવી પશ્ચિમમાં પલિસ્તીઓ પર તૂટી પડશે અને પૂર્વના લોકોને લૂંટી લેશે; અદોમ અને મોઆબ તેમની મૂઠીમાં આવશે; અને આમ્મોનના લોકો તેમની આણ સ્વીકારશે.

સફન્યા 2:8

યહોવા કહે છે, “મોઆબે કરેલી નિંદા અને આમ્મોનીઓએ મારી પ્રજાના કરેલા અપમાન મેં સાંભળ્યાં છે. તથા તેની ભૂમિ તેઓએ પચાવી પાડવાની કોશિષ કરી છે.

સફન્યા 2:9

તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હવે મોઆબ અને આમ્મોનના હાલ સદોમ અને ગમોરાના જેવા થશે; એ સદાને માટે મીઠાની ખાણ અને ઝાંખરાવાળો ઉજ્જડ પ્રદેશ બની જશે, મારા અતિજીવીઓ તે ભૂમિનો કબજો લેશે અને તેમાથી લૂંટનો માલ લેશે.”

Interlinear

Choose Theme