Home Bibles 1 શમુએલ 26:6 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 26:6 · ગુજરાતી બાઇબલ

દાઉદે હિત્તી અહીમેલેખ અને સરૂયાનો પુત્ર અબીશાય સાથે વાત કરી (અબીશાય યોઆબનો ભાઇ હતો) અને કહ્યું, “માંરી સાથે સેનાની છાવણીમાં શાઉલને મળવા માંટે કોણ આવે છે?”અબીશાયે કહ્યું, “હું તૈયાર છું.”

Cross references

ઊત્પત્તિ 10:15

કનાનને બે પુત્ર થયા: સૌથી મોટો સિદોન અને બીજો હેથ, તેઓ એ નામે ઓળખાતી પ્રજાઓના પૂર્વજો હતા.

ઊત્પત્તિ 15:20

હિત્તીઓ, પરિઝીઓ, રફાઈઓ,

ન્યાયાધીશો 7:10

પણ જો તને હુમલો કરતા ડર લાગતો હોય તો પહેલા તું એકલો તારા નોકર પુરાહ સાથે છાવણીમાં જા,

1 શમુએલ 14:6

યોનાથાને પોતાના શસ્ત્રસજ્જ યુવાન માંણસને કહ્યું, “ચાલ, આપણે આ વિદેશીઓની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને તેઓને હરાવવા મદદ કરે. કઈં પણ યહોવાને રોકી શકે નહિ- ભલે આપણી પાસે વધારે સૈનિકો કે થોડા સૈનિકો હોય.”

2 શમએલ 2:13

અને સરુયાનો પુત્ર યોઆબ દાઉદના માંણસોને હેબ્રોન લઇ ગયો. તેઓ ગિબયોન ગયા અને આબ્નેર અને ઇશબોશેથના અમલદારો ને તળાવ આગળ મળ્યા, આબ્નેરની ટોળકી તળાવની એક બાજુ અને યોઆબની ટોળકી બીજી બાજુ બેઠી.

2 શમએલ 2:18

સરુયાના ત્રણે દીકરાઓ, યોઆબ,અબીશાય અને અસાહેલ પણ ત્યાં યુદ્ધમાં હતા, અસાહેલ જંગલી હરણની જેમ ખૂબ ઝડપથી દોડી શકતો હતો.

2 શમએલ 11:6

દાઉદે યોઆબને સંદેશો મોકલ્યો કે, “ઊરિયા હિત્તીને માંરી પાસે તાત્કાલિક મોકલ.”આથી યોઆબે ઊરિયાને દાઉદ પાસે મોકલી આપ્યો.

2 શમએલ 11:21

શું તેબેસમાં એક સ્ત્રીએ ઘંટીનું પડ ફેંકીને યરૂબ્બેશેથના પુત્ર અબીમેલેખને માંરી નાખ્યો નહોતો? તમે એટલા બધા કોટની નજીક ગયા જ શા માંટે?’ તો તારે એમ કહેવું કે, ‘તમાંરો સેવક ઊરિયા હિત્તી પણ ત્યાં ગયો હતો અને મરી ગયો હતો.’

2 શમએલ 11:24

ત્યાર બાદ તેઓએ કોટ ઉપરથી અમાંરા ઉપર બાણોનો માંરો ચલાવ્યો અને આપ નામદારના કેટલાક અમલદારો માંર્યા ગયા, આપનો સેવક ઊરિયા હિત્તી પણ માંર્યો ગયો.”

2 શમએલ 12:9

તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે,

2 શમએલ 16:9

ત્યારે સરૂયાના પુત્ર અબીશાયે દાઉદને કહ્યું, “માંરા પ્રભુ માંરા રાજા, આપ આ મરેલા કૂતરાં જેવાને શા માંટે આપને શાપ આપવા દો છો? મને જઇને તેનું માંથું ધડથી જુદું કરવાની મંજૂરી આપો.”

2 શમએલ 18:5

રાજાએ યોઆબ, અબીશાય અને ઇત્તાયને હુકમ કર્યો કે, “માંરે ખાતર તમે યુવાન આબ્શાલોમ સાથે નરમાંશથી બોલજો.” અને આખા લશ્કરે આ હુકમને સાંભળ્યો.

2 શમએલ 23:18

યોઆબના ભાઈ સરૂયાનો પુત્ર અબીશાય ત્રણ શૂરવીરોમાં સૌથી વધારે શૂરવીર હતો. એક વખતે તેણે એકલા હાથે ત્રણસો માંણસોની સાથે યુદ્ધ કરી તેઓનો સંહાર કર્યો હતો. આ વીરતા ભરેલા કાર્યને લીધે આ ત્રણ શૂરવીરોમાં તે ખૂબ પ્રખ્યાત થયો.

2 શમએલ 23:34

માંઅખાથીના પુત્ર અહાસ્બાય દીકરો અલીફેલેટ અહીથોફેલ ગિલોનીનો દીકરો અલીઆમ;

2 શમએલ 23:39

ઊરિયા હિત્તી, એમ બધા મળીને કુલ સાડત્રીસ માંણસો હતા.

1 કાળવ્રત્તાંત 2:15

છઠ્ઠો ઓસેમ, અને સાતમો દાઉદ;

1 કાળવ્રત્તાંત 2:16

તેમની બહેનો સરૂયા તથા અબીગાઈલ હતી. સરૂયાના પુત્રો: અબીશાય, યોઆબ તથા અસાહેલ, એ ત્રણ.

Interlinear

Choose Theme