Home Bibles ☰ Books ઊત્પત્તિ 1:5 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 1:5 · ગુજરાતી બાઇબલ

દેવે પ્રકાશનું નામ “દિવસ” અને અંધકારનું નામ “રાત” રાખ્યું. સાંજ પડી અને પછી સવાર થઇ તે પહેલો દિવસ હતો.

Cross references

ઊત્પત્તિ 1:8

દેવે અંતરિક્ષને “આકાશ” કહ્યું. પછી સાંજ પડી અને સવાર થઇ તે બીજો દિવસ હતો.

ઊત્પત્તિ 1:13

પછી સાંજ પડી અને સવાર થઇ તે ત્રીજો દિવસ હતો.

ઊત્પત્તિ 1:19

ત્યારે સાંજ થઈને સવાર થઇ. તે ચોથો દિવસ હતો.

ઊત્પત્તિ 1:23

પછી સાંજ થઇ અને સવાર થઇ. તે પાંચમો દિવસ હતો.

ઊત્પત્તિ 1:31

દેવે પોતાના દ્વારા તૈયાર થયેલી પ્રત્યેક વસ્તુઓ જોઈ અને દેવે જોયું કે, પ્રત્યેક વસ્તુ ઘણી જ સારી છે.સાંજ પડી અને સવાર થઇ, તે છઠ્ઠો દિવસ હતો.

ઊત્પત્તિ 8:22

જયાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી અને લણણી, ઠંડી અને ગરમી, ઉનાળો અને શિયાળો અને દિવસ અને રાત ચાલુ જ રહેશે.”

ગીતશાસ્ત્ર 19:2

પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે. દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.

ગીતશાસ્ત્ર 74:16

દિવસ અને રાત બંને તમારા છે, અને તમે જ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.

ગીતશાસ્ત્ર 104:20

રાત્રિ અને અંધકાર તમે મોકલો છો; જંગલનાં પ્રાણીઓ ત્યારે બહાર આવે છે.

યશાયા 45:7

હું જ પ્રકાશનો સર્જક છું અને અંધકારનો ઉત્પાદક છું. સુખદુ:ખ એ મારું સર્જન છે, હું યહોવા આ બધું કરું છું.

ચર્મિયા 33:20

મેં દિવસ તથા રાત સાથે મારો કરાર કર્યો છે: “દિવસ અને રાત પોતાના નિર્ધારિત સમયે જ આવે છે. આ કરારનો કદી ભંગ થઇ શકતો નથી.

1 કરિંથીઓને 3:13

પરંતુ પ્રત્યેક વ્યક્તિ જે કામ કરશે તે સ્પષ્ટપણે દેખાશે કારણ કે તે દિવસ તેને પ્રગટ કરશે. તે દિવસઅગ્રિની જવાળાઓ સહિત પ્રગટ થશે અને અગ્રિ પ્રત્યેક વ્યક્તિના કાર્યને પારખશે.

એફેસીઓને પત્ર 5:13

પરંતુ જ્યારે આપણે જોઈએ છીએ કે તે વસ્તુઓ ખરાબ છે ત્યારે પ્રકાશ તેની અનિષ્ટતાને વધુ સ્પષ્ટ રીતે ખૂલ્લી પાડે છે.

1 થેસ્સલોનિકીઓને 5:5

તમે બધા અજવાળાના (સારાં) સંતાન છો. તમે દહાડાના સંતાન છો. આપણે રાતના કે અંધકારના (શેતાન) સંતાન નથી.

Interlinear

Choose Theme