Home Bibles એઝરા 3:13 · ગુજરાતી બાઇબલ
એઝરા 3:13 · ગુજરાતી બાઇબલ

તેથી લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના છે તે પારખી શકાતા નહોતા, કારણકે લોકો દૂર સુધી સંભળાય એટલે મોટે અવાજે પોકારો કરતા હતા.

Cross references

નિર્ગમન 32:17

નીચે તળેટીમાં લોકોની બૂમાંબૂમનો અવાજ સાંભળીને યહોશુઆએ મૂસાને કહ્યું, “એવું લાગે છે કે એ લોકો યુદ્ધની તૈયારી કરી રહ્યા હોય!”

ન્યાયાધીશો 2:5

અને તે પરથી તે સ્થળનું નામ ‘બોખીમ’પડયું. ત્યાં તેઓએ યહોવાને યજ્ઞો કર્યો.

1 શમુએલ 4:5

જયારે યહોવાનો કરારકોશ છાવણીમાં આવ્યો, ત્યારે બધા ઇસ્રાએલીઓએ તેને એવા તો મોટા હર્ષનૅંદથી વધાવી લધો કે ધરતી ધણધણી ઊઠી.

1 રાજઓ 1:40

પછી બધા લોકો વાંસળી વગાડતા અને ધરતીકંપ કરતા પણ મોટા અવાજે બૂમો પાડતા આનંદ કરતા તેની સાથે ઉપર ગયા.

1 રાજઓ 1:45

ત્યાં યાજક સાદોકે અને પ્રબોધક નાથાને સુલેમાંનના માંથા પર, તેલ રેડીને તેને રાજા બનાવવા અભિષેક કર્યો છે, તેઓ હમણા જ ગીહોન ઝરણાથી નગરમાં પાછા આવ્યા છે, અને સમગ્ર નગર હષોર્લ્લાસથી ઉત્સવ ઊજવી રહ્યું છે, અત્યારે શહેરમાં ભારે કોલાહલ મચી રહ્યો છે તમે જે સાંભળો છો તે એનો જ અવાજ છે.

નહેમ્યા 12:43

તે દિવસે તેમણે પુષ્કળ બલીઓ અપીર્ તથા આનંદોત્સવ કર્યો; કારણ કે દેવે તેઓને આનંદથી અને સુખથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરૂશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.

ગીતશાસ્ત્ર 5:11

પરંતુ જેમને તમારામાં વિશ્વાસ છે તેને ખૂબ સુખી કરો- તેમને હંમેશ માટે આનંદિત કરો, તેઓનું રક્ષણ કરો, જેઓ તમારા નામને ચાહે છે તેઓ આનંદિત થશે.

ગીતશાસ્ત્ર 100:1

હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!

ચર્મિયા 33:11

વરવધૂના કિલ્લોલ કરતાં અવાજો અને યહોવા માટેના આભારઅર્પણોના આનંદિત ગીતો ફરી સંભળાશે. તે લોકો કહેશે,”સૈન્યોનો દેવ યહોવાનો સૌ માનો આભાર, એ છે ભલાઇનો ભંડાર, એની કરૂણા અપરંપાર” લોકો આ પ્રમાણે કહેશે.કારણ કે હું ફરીથી યહૂદિયા માટે સારી વસ્તુઓ કરીશ. આ યહોવાના વચન છે.

ઝખાર્યા 4:7

યહોવા કહે છે, “ઓ ઊંચા પર્વત, તારી શકિત શું છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ મેદાન જેવો થઇ જશે, અને તે ‘કેવું સુંદર, કેવું સુંદર.’ ના પોકારો વચ્ચે મંદિરનું બાંધકામ પૂરું કરશે.”

લૂક 19:37

ઈસુ યરૂશાલેમની નજીક આવતો હતો. તે લગભગ જૈતૂનના પહાડની તળેટી નજીક આવ્યો હતો. શિષ્યોનો આખો સમૂહ ખુશ હતો. તેઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેઓએ દેવની સ્તુતિ કરી. તેઓએ બધાજ પરાક્રમો જોયા હતા તે માટે દેવની સ્તુતિ કરી.

Interlinear

Choose Theme