મારા લોકોને હું પૂર્વના વાયરાની જેમ દુશ્મનો આગળ વેરવિખેર કરી નાખીશ. તેમની આફતને વખતે હું તેમના તરફ પીઠ ફેરવીશ, જોઇશ સુદ્ધાં નહિ.”
Cross references
“યહોવા તમાંરા દુશ્મનોથી તમાંરો પરાજય કરાવડાવશે. તમે એક દિશામાંથી તેમના ઉપર હુમલો કરશો પરંતુ તમે તેમનાથી સાત જુદી દિશાઓમાં ભારે ગુંચવાઇને ભાગી જશો. સમગ્ર પૃથ્વીનાં રાજયો તમાંરી દશા જોઈને ભયભીત થઇ જશે.
યહોવા તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધીના બધા રાષ્ટોમાં વેરવિખેર કરી નાખશે. અને ન કે તમે અથવા તમાંરા પિતૃઓ જેને જાણતા ન હતા તેવા, લાકડાં તથા પથ્થરમાંથી બનાવેલા દેવોનું પૂજન કરશો.
ત્યારે માંરો કોપ તે લોકો પર ભભૂકી ઊઠશે અને હું તેઓને તજી દઈશ. અને તેમનાથી વિમુખ થઈ જઈશ. તેમના પર અનેક આફતો અને સંકટો ઊતરશે અને તેઓને ભરખી જશે, ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા દેવ આપણી વચ્ચે નથી તેથી આ બધા સંકટો આપણા પર આવે છે.’
હું બદલો લઇશ, હું તેમના દુશ્મનોને સજા કરીશ; તેનાં દુશ્મનો લપસી પડશે, તેમના વિનાશનો દિવસ નજીક છે.’
પણ તમે મને છોડી દીધો અને બીજા દેવદેવીઓની પૂજા કરવા લાગ્યા એટલે હવે હું તમને ઉગારી લેનાર નથી.
પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઇ જાય છે, એટલે તે લોપ થાય છે; વંટોળિયો તેને તેની જગાએથી બહાર ખેચી જાય છે.
દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.
તારું હૃદય તેણીના રસ્તે વળે નહિ. તેના રસ્તાઓમાં રખડતો નહિ.
તમે લાકડાંની અને પથ્થરની મૂર્તિઓને કહો છો, ‘તમે અમારાં માબાપ છો.’ તમે મારી તરફ પીઠ ફેરવી છે, ‘મને તમારું મોં સુદ્ધાં બતાવતા નથી.’ પણ આફત આવે છે ત્યારે મને હાંક મારો છો, ‘યહોવા આવો, અમને બચાવો!’
“અરણ્યના સૂસવાટાભર્યા પવનથી ભૂસું ઊડી જાય છે તેમ તમને હું વિખેરી નાખીશ.
“તેમણે મારા તરફ મોઢું નહિ, પીઠ ફેરવી છે, અને જો કે હું તેમને સતત ઉપદેશ આપતો રહ્યો છું, છતાંય તેઓ સાંભળતા નથી કે શીખતા નથી.
તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા હતા, પણ તેઓ પણ બધા નાસી છૂટયા, કોઇ ટકી ન રહ્યો, કારણ, તેમની સજાનો દિવસ આવી પહોંચ્યો હતો, તેમના સર્વનાશનો ઘડો ભરાઇ ચૂક્યો હતો.”
તેના સર્વ ભાઇઓમાં તે સૌથી વધુ નિષ્ઠાવાન ગણાતો હતો. પરંતુ પૂર્વનો પવન-અરણ્યમાંથી આવતો યહોવાનો પવન તેના ઉપર પ્રચંડ રીતે આવશે અને પછી ઝરા સુકાઇ જશે. અને તેમના કુંવાઓ સૂકાઇ જશે અને તેમનો મુલ્યવાન ખજાનો પવનમાં ઘસડાઇ જશે.