Home Bibles યર્મિયાનો વિલાપ 43:6 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 43:6 · ગુજરાતી બાઇબલ

મેં સાંભળ્યુ કે મારી સાથે કોઇ મંદિરની અંદરથી વાત કરી રહ્યું હતું. જ્યારે તે માણસ મારી બાજુમાં ઊભો હતો.

Cross references

નિર્ગમન 25:22

પછી હું તને ત્યાં મળીશ. અને કરારકોશ ઉપરના બે કરૂબદેવદૂતોની વચ્ચેથી હું તને ઇસ્રાએલીઓ માંટેની માંરી બધી આજ્ઞાઓ આપીશ.”

નિર્ગમન 29:42

“આ દહનાર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ માંરી નજર સમક્ષ નિયમિત પેઢી-દર પેઢી આપવાની છે.

લેવીય 1:1

યહોવા દેવે મૂસાને મુલાકાતમંડપમાં બોલાવીને તેને કહ્યું,

યશાયા 66:6

સાંભળો, નગરમાં આ સર્વ કોલાહલ ઊઠે છે, મંદિરમાંથી અવાજ સંભળાય છે! એ પોતાના દુશ્મનો પર વૈર વાળતા યહોવાનો અવાજ છે.

યર્મિયાનો વિલાપ 40:3

તે મને તેમની નજીક લઇ ગયા અને મેં પિત્તળની જેમ ચળકતાં એક માણસને જોયો. તેણે માપવા માટેની દોરી અને માપદંડ હાથમાં પકડેલા હતાં, અને તે દરવાજા આગળ ઊભો હતો.

પ્રકટીકરણ 16:1

પછી મેં મંદિરમાથી મોટા સાદે વાણી સાંભળી. તે વાણીએ સાત દૂતોને કહ્યું; કે “જાઓ અને દેવના પૂર્ણ કોપથી ભરેલા સાત પ્યાલા પૃથ્વી પર રેડી દો.”

Interlinear

Choose Theme