Home Bibles યર્મિયાનો વિલાપ 35:2 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 35:2 · ગુજરાતી બાઇબલ

“હે મનુષ્યના પુત્ર, સેઇરના પર્વતીય પ્રદેશ તરફ તારું મુખ રાખ અને લોકોની વિરુદ્ધ પ્રબોધ કરીને તેમને ચેતવણી આપ કે,

Cross references

ઊત્પત્તિ 32:3

યાકૂબનો ભાઈ એસાવ ‘સેઇર’ પ્રદેશમાં રહેતો હતો. તે અદોમનો પહાડી પ્રદેશ હતો. યાકૂબે એસાવની પાસે ખેપિયાઓને મોકલ્યા.

ઊત્પત્તિ 36:8

આથી એસાવ સેઈરના પહાડી દેશમાં રહેવા લાગ્યો, એસાવ એ જ અદોમ.

પુનર્નિયમ 2:5

તેઓની સાથે યુદ્ધ શરૂ કરશો નહિ. કારણ કે સેઇર પર્વતનો એ સમગ્ર પર્વતીય પ્રદેશ મેં એસાવને કાયમી વારસા તરીકે સોંપી દીધો છે. હું તમને એમના પ્રદેશમાંથી એક વેંત જેટલી જમીન પણ આપીશ નહિ.

યહોશુઆ 24:4

અને મેં ઈસહાકને બે પુત્રો યાકૂબ અને એસાવ આપ્યો, અને એસાવને મેં સેઈરનો ડુંગરાળ દેશ સોંપ્યો. પણ યાકૂબ અને તેના પુત્રો મિસર યાલ્યા ગયા.

2 કાળવ્રત્તાંત 20:10

“અને હવે જો, આ આમ્મોનીઓ, મોઆબીઓ અને અદોમીઓ આવ્યા છે. અમે ઇસ્રાએલીઓ મિસરમાંથી આવતા હતા ત્યારે તમે અમને એ લોકોના દેશમાં દાખલ થવા દીધા નહોતા એટલે અમે એક તરફ વળી ગયા, અને એ લોકોનો નાશ ન કર્યો.

2 કાળવ્રત્તાંત 20:22

જેવું તેઓએ ગાયન અને સ્તુતિ શરૂ કર્યુ, યહોવાએ આમ્મોનિઓ, મોઆબીઓ અને સેઇર પર્વતના લોકો દ્વારા અચાનક હુમલો કરાવીને તેમને પછાડયા અને તેમનો પરાજય કર્યો.

2 કાળવ્રત્તાંત 25:11

ત્યારપછી અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઇ ગયો અને ત્યાં તેણે અદોમના10,000 માણસોને કાપી નાખ્યા.

ગીતશાસ્ત્ર 83:3

તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે, અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.

યશાયા 34:1

ઓ પૃથ્વી પરની સર્વ પ્રજાના લોકો, અહીં આવો અને સાંભળો; સમગ્ર પૃથ્વી અને તેમાં વસતાં સૌ કોઇ, સાંભળો!

યશાયા 50:7

પરંતુ યહોવા મારા માલિક મારી સહાયમાં ઊભા છે, તેથી કોઇ અપમાન મને નડતું નથી. મેં મારું મુખ પથ્થર જેવું દ્રઢ અને મજબૂત કર્યું છે; મને ખાતરી છે કે મારી લાજ નહિ જાય.

યશાયા 63:1

અદોમના નગર બોસ્રાહથી આ કોણ આવે છે? કિરમજી રંગના શોભાયમાન વસ્ત્રોમાં સજ્જ થઇને વીરત્વ ભરી ચાલે આ કોણ આવે છે? એ તો હું યહોવા છું. “તમારું તારણ પ્રગટ કરું છું. તમારો ઉદ્ધાર કરવાને શકિતમાન અને સમર્થ એવો હું યહોવા છું.”

ચર્મિયા 9:25

યહોવા કહે છે કે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ બે સુન્નતીઓને શિક્ષા કરીશ;

ચર્મિયા 49:7

અદોમના લોકો વિષે યહોવા કહે છે, “તેમાનમાં કશી અક્કલ જ રહી નથી? તેમના સમજુ પુરુષો શમજણ ખોઇ બેઠા છે?

યર્મિયાનો વિલાપ 4:21

અદોમના લોકો આનંદ માણો, તમારામાંના જે ઉસ પ્રદેશમાં રહે છે તેઓએ બતાવવું જોઇએ કે યરૂશાલેમના લોકો જોડે જે થઇ રહ્યું છે તેનાથી ખુશ છે. પણ દુ:ખનો પ્યાલો તમારી પર પણ આવશે ત્યારે તમે ભાન ભૂલી જશો અને પોતાને નગ્ન કરી દેશો.

યર્મિયાનો વિલાપ 6:2

“તેણે કહ્યું હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલના પર્વતો તરફ તારું મુખ ફેરવ અને તેમને મારા વચનો સંભળાવ:

યર્મિયાનો વિલાપ 20:46

“હે મનુષ્યના પુત્ર, તું દક્ષિણ તરફ જો અને નેગેબના જંગલો તરફ જોઇને ભવિષ્ય ભાખ.

યર્મિયાનો વિલાપ 21:2

“હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમ તરફ જો અને ઇસ્રાએલ વિરુદ્ધ અને મારા મંદિરની વિરુદ્ધ પ્રબોધ કર.

યર્મિયાનો વિલાપ 25:2

“હે મનુષ્યના પુત્ર, આમ્મોનીઓ તરફ મોં કરી તેમની વિરુદ્ધ મારી ચેતવણી ઉચ્ચાર.

યર્મિયાનો વિલાપ 25:8

આ યહોવા મારા માલિકના વચન છે: “મોઆબે એમ કહ્યું હતું કે, ‘યહૂદા તો બીજી પ્રજાઓ જેવું જ છે;’

યર્મિયાનો વિલાપ 25:12

સૈન્યોના દેવ યહોવા કહે છે: “યહૂદાના લોકો પર વૈર વાળીને અદોમીઓએ મોટું પાપ કર્યું છે.”

યર્મિયાનો વિલાપ 32:29

“પોતાના રાજાઓ અને સેનાપતિઓ સહિત ત્યાં અદોમ પણ છે. એ બધા બળવાન યોદ્ધાઓ હતા. પરંતુ અત્યારે એ દુષ્ટો યુદ્ધમાં માર્યા ગયેલાઓ ભેગા પોઢયા છે.”

આમોસ 1:11

યહોવા કહે છે: “અદોમના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેમને ભૂલી જઇશ નહિ. હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. તેણે દયાને નેવે મૂકીને હાથમાં તરવાર લઇને પોતાના જાતભાઇઓ યાકૂબના વંશજોનો પીછો કર્યો હતો. તેનો ક્રોધ સદા ભભૂકતો જ રહ્યો. તેનો રોષ કદી શમ્યો જ નહિ,

ઓબાધા 1:1

આ ઓબાદ્યાનું સંદર્શન છે. પ્રભુ યહોવા અદોમ વિષે આમ કહે છે:યહોવા દેવ તરફથી અમને સંદેશો મળ્યો છે. દેવે એલચી મોકલ્યો છે અને રાષ્ટો માટે આ સંદેશો આપ્યો છે. ઉભા થાઓ, “ચાલો આપણે અદોમની સામે યુદ્ધે ચઠીએ.”

ઓબાધા 1:10

‘હે અદોમ, તારા ભાઇ યાકૂબ પર થયેલી બળજબરીને કારણે શરમથી ઢંકાઇ જઇશ અને તારો સદાને માટે નાશ થશે.

એફેસીઓને પત્ર 6:19

અને મારા માટે પણ પ્રાર્થના કરો કે જ્યારે હું બોલું ત્યારે મને દેવ તરફથી શબ્દો પ્રદાન થાય કે જેથી ભય વિના સુવાર્તાના ગૂઢ સત્યને હું કહી શકું.

Interlinear

Choose Theme