Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 30:2 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 30:2 · ગુજરાતી બાઇબલ

“હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી ઉચ્ચાર અને કહે કે, ‘યહોવા મારા માલિક કહે છે:“‘આ બધી વસ્તુઓનો નખ્ખોદ જાજો! કેવો ભયંકર દિવસ આવી રહ્યો છે!”

Cross references

યશાયા 13:6

આક્રંદ કરો, કારણ કે યહોવાનો દિવસ આવી ગયો છે. સર્વ શકિતશાળી તરફથી સર્વનાશ આવશે.

યશાયા 14:31

હે પલિસ્તી દેશનાં નગરો, આક્રંદ કરો, હે પલિસ્તીઓ, તમે સૌ ભયથી થથરી ઊઠો! કારણ ઉત્તરમાંથી તોફાનની જેમ સૈન્ય આવે છે અને એમાં કોઇ ભાગેડુ નથી.

યશાયા 15:2

દીબોનના લોકો પર્વત પર અને ઉચ્ચસ્થાનકે રડવાને જાય છે. મોઆબના લોકો નબો અને મેદબા પર મોઆબ આક્રંદ કરે છે. બધા જ માણસોએ શોકને લીધે માથું મૂંડાવી નાખ્યું છે, અને દાઢી બોડાવી નાખી છે;

યશાયા 16:7

આથી, મોઆબીઓએ મોઆબ માટે આક્રંદ કરવું જ રહ્યું, ભારે આફતમાં તેઓ આવી જશે. અને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓને માટે શોક કરશે.

યશાયા 23:1

તૂરને લગતી દેવવાણી: “હે તાશીર્શના જહાજો, મોટેથી આક્રંદ કરો! કારણ, તૂર ખેદાનમેદાન થઇ ગયું છે: “સાયપ્રસથી પાછા ફરતાં તમને આ સમાચાર મળે છે.

યશાયા 23:6

હે સાગરકાંઠાના લોકો, આક્રંદ કરતાં તાશીર્શ ચાલ્યા જાઓ.

યશાયા 65:14

મારા સેવકો આનંદથી ગીતો ગાશે પણ તમે ભગ્નહૃદય થઇને રડશો, અને અંતરના સંતાપને લીધે આક્રંદ કરશો.

ચર્મિયા 4:8

માટે શોકનાં વસ્ત્રો ધારણ કરો, છાતી કૂટો અને વિલાપ કરો, કારણ, યહોવાનો ઉગ્ર ક્રોધ હજુ શાંત પડ્યો નથી.”

ચર્મિયા 47:2

આ યહોવાના વચન છે, “ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે. તે તેઓનાં નગરો તથા તેમાનાં સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે.”

યર્મિયાનો વિલાપ 21:12

“‘હે મનુષ્યના પુત્ર, તું અતિશય દુ:ખને કારણે મોટેથી પોક મૂક અને રૂદન કર, કારણ કે તે તરવાર મારા લોકોની અને તેઓના સર્વ આગેવાનોની હત્યા કરશે. સર્વ મરણ પામશે માટે તારી છાતી કૂટ.

યોએલ 1:5

હે છાકટાઓ, તમે જાગો અને આક્રંદ કરો! સર્વ દ્રાક્ષારસ પીનારાઓ, જોરથી રડો! મીઠો દ્રાક્ષરસ તમારી પાસેથી લઈ લેવાયો છે.

યોએલ 1:11

હે ધરતીના ખેડનારાઓ! પોક મૂકો, આક્રંદ કરો, હે દ્રાક્ષનીવાડીના માળીઓ! ઘઉં માટે અને જવ માટે પોક મૂકો; કારણ કે ખેતરોના પાકનો નાશ થયો છે.

સફન્યા 1:11

હે શહેરના નીચાણવાળા ભાગના રહેવાસીઓ, વિલાપ કરો, કારણ કે હવે કોઇ વેપારીઓ રહ્યાં નથી, જેઓ પાસે ચાંદી છે તે સર્વનો નાશ થશે.”

ઝખાર્યા 11:2

હે સરૂના વૃક્ષ, વિલાપ કરો, કારણ, દેવદારવૃક્ષ પડી ગયું છે અને મજબૂત વૃક્ષો ઊંચકીને લઇ જવામાં આવશે. બાશાનનાઁ ઓકવૃક્ષો વિલાપ કરો, કારણ, ગાઢ જંગલ ખાલી થઇ ગયું છે!

Interlinear

Choose Theme