Home Bibles યર્મિયાનો વિલાપ 30:12 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 30:12 · ગુજરાતી બાઇબલ

હું નાઇલ નદીને સૂકવી નાખીશ અને મિસરને બદમાશોને સોંપી દઇશ. હું પરદેશીઓને હાથે આખા દેશને વેરાન બનાવી દઇશ. આ હું યહોવા બોલ્યો છું.”

Cross references

ન્યાયાધીશો 2:14

યહોવાનો પ્રકોપ ઈસ્રાએલીઓ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દીધા, જેઓ તેમને લૂંટતા રહ્યાં; તેણે તેમને આસપાસના શત્રુઓને હવાલે કરી દીધા અને ઈસ્રાએલીઓ તેમની સામે ટકી શક્યા નહિ,

યશાયા 19:4

આ સૈન્યોના દેવ યહોવાના વચન છે, “હું મિસરીઓને જુલમી રાજાના હાથમાં સોંપી દઇશ, જે તેમના પર રાજ્ય કરશે.”

યશાયા 44:27

સાગરને હું કહું છું, “તું સુકાઇ જા, તારી નદીઓને હું સૂકવી નાખીશ.”

ચર્મિયા 50:38

તેનાં જળાશયો સુકાઇ જશે, શા માટે? કારણ કે સમગ્ર દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને લોકો તે મૂર્તિઓ પ્રત્યેના પ્રેમમાં પાગલ થઇ ગયા છે.

ચર્મિયા 51:36

આથી યહોવા પોતાના લોકોને કહે છે, “હું જાતે તમારો પક્ષ લઇશ અને તમારું વૈર વાળીશ. હું બાબિલની નદીને સૂકવી નાખીશ અને તેના ઝરણાંને વહેતા બંધ કરી દઇશ,

યર્મિયાનો વિલાપ 28:10

તું બેસુન્નત વિદેશીની જેમ વિદેશીઓના હાથે મૃત્યુ પામશે. તેથી મેં આમ કહ્યું છે.”‘ એમ યહોવા મારા માલિક કહે છે.

યર્મિયાનો વિલાપ 29:3

તેને સંબોધીને કહે કે ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:“‘હે મિસરના રાજા ફારુન, હે નાઇલ નદીના જળમાં આળોટતા મગર, હું તારી સામે પડ્યો છું. તું એવો દાવો કરે છે કે “નાઇલ નદી તારી છે. તેં પોતે એનું સર્જન કર્યું છે.”

યર્મિયાનો વિલાપ 29:9

મિસર વેરાન અને ઉજ્જડ થઇ જશે; અને ત્યારે લોકોને ખબર પડશે કે હું યહોવા છું.”દેવ કહે છે, “કારણ કે તેં કીધુ હતું કે નાઇલ નદી તારી છે અને તેં જ તેને બનાવી છે,’

યર્મિયાનો વિલાપ 31:12

પ્રજાઓમાં અતિશય ક્રૂર એવા પરદેશીઓ તેને કાપીને ભોંયભેંગા કરી દેશે. તેની ડાળીઓ પર્વતો પર, ખીણોમાં અને નદીઓમાં વિખેરાઇ જશે. તેની છાયા તળે આશ્રય લેનારી પ્રજાઓ તેને ત્યાં જ છોડીને ચાલી જશે.

નાહૂમ 1:4

તે સાગરને ધમકાવે છે અને મહાસાગરો સૂકવી દે છે. તે નદીઓ સૂકાવીને રેતીમાં ફેરવી દે છે; બાશાન અને કામેર્લના લીલાંછમ પ્રાંતો સૂકાઇ જાય છે; લબાનોનનાં ફૂલો કરમાઇ જાય છે.

1 કરિંથીઓને 10:26

તમે તે ખાઈ શકો કારણ કે, “પૃથ્વી અને પૃથ્વીની અંદરની દરેક વસ્તુ પ્રભુની છે.”

પ્રકટીકરણ 16:12

તે છઠ્ઠા દૂતે તેનું પ્યાલું મહાન નદી યુફ્રેટિસ પર રેડી દીધું. નદીમાં પાણી સુકાઈ ગયું. આથી પૂર્વના રાજાઓ માટે આવવાનો માર્ગ તૈયાર થયો.

Interlinear

Choose Theme