Home Bibles યર્મિયાનો વિલાપ 24:22 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 24:22 · ગુજરાતી બાઇબલ

ત્યારે તમારે મેં કહ્યું છે તે પ્રમાણે કરવાનું છે. તમારા હોઠને ઢાંકશો નહિ કે શોકની રોટલી ખાશો નહિ કે શોકના રીતરિવાજો પાળશો નહિ.

Cross references

અયૂબ 27:15

તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુના ભોગ બનશે. અને તેની વિધવા શોક કરશે નહિ.

ગીતશાસ્ત્ર 78:64

યાજકોનો વધ થયો અને તેઓની વિધવાઓ તેઓ માટે રૂદન કરે તે પહેલાં તેઓ પણ મૃત્યુ પામી.

ચર્મિયા 16:4

“તેઓ ભયંકર રોગોને લીધે મૃત્યુ પામશે, કોઇ તેઓને માટે ચિંતા કરશે નહિ કે તેઓને દફનાવશે નહિ, પરંતુ તેઓના મૃતદેહો ખુલ્લા મેદાનમાં પડ્યા રહેશે અને ભોંય પર સડી જઇ ખાતરરૂપ થશે. તેઓ યુદ્ધ કે દુકાળમાં મૃત્યુ પામશે અને તેઓના મૃતદેહોને પંખીઓ અને પશુઓ ફાડી ખાશે.”

ચર્મિયા 47:3

ઘોડાઓના દાબડાનો અવાજ અને રથના પૈડાની ઘરઘરાટી તીર્વ વેગથી દોડતાં રથોને કારણે પિતાઓ એટલાં નિ:સહાય હશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે.

યર્મિયાનો વિલાપ 24:16

“હે મનુષ્યના પુત્ર, હું એક ઝપાટે તારી પ્રિયતમાને દૂર કરવાનો છું. પણ તારે રડવાનું નથી, કે શોક કરવાનો નથી કે આંસુ સારવાના નથી.

આમોસ 6:9

જો કોઇ ઘરમાં દશ વ્યકિતઓ પાછળ રહી ગઇ હશે તો તેઓ મરી જશે.

Interlinear

Choose Theme