Home Bibles ચર્મિયા 47:3 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 47:3 · ગુજરાતી બાઇબલ

ઘોડાઓના દાબડાનો અવાજ અને રથના પૈડાની ઘરઘરાટી તીર્વ વેગથી દોડતાં રથોને કારણે પિતાઓ એટલાં નિ:સહાય હશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે.

Cross references

પુનર્નિયમ 28:54

“તમાંરામાંનો અતિ કોમળ હૃદયનો નમ્ર વ્યકિત પણ તેના ભાઈ પ્રત્યે, વહાલી પત્ની પ્રત્યે અને હજીયે જીવતાં રહેલાં તેનાં સંતાનો પ્રત્યે નિષ્ઠુર બનશે.

ન્યાયાધીશો 5:22

જેવા ધોડાઓ પૂરપાટ દોડવા લાગ્યા કે તેમના દાબડા ભોંય પર પડધાવા લાગ્યા.

અયૂબ 39:19

શું ઘોડાને તમે બળ આપો છો? તેની ગરદનંને કેશવાળીથી તમે ઢાંકો છો?

યશાયા 5:28

તેમનાં બાણ ધારદાર કરેલા છે, અને ધનુષ્યો નમાવીને ખેચેલા છે. તેમના ઘોડાની ખરીઓ વજ્ર જેવી છે, અને તેમના રથના ચક્રો વંટોળિયા જેવા છે.

ચર્મિયા 8:16

ઉત્તર દિશાની સરહદ ઉપરથી યુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યા છે. દુશ્મનો દાનના કુળસમૂહોના શહેર સુધી આવી પહોંચ્યા છે; ત્યાંથી તેમના ઘોડાઓના હણહણાટ સંભળાય છે, તેમના હણહણાટથી આખો દેશ ધ્રુજી ઊઠે છે, એ લોકો આખો પ્રદેશ અને એમનું સર્વસ્વ, શહેરો અને તેના વતનીઓને ભરખી જવા આવે છે.”

ચર્મિયા 46:9

તો હે મિસરના ઘોડેસવારો, રથસવારો, અને શૂરવીર યોદ્ધાઓ, આવો! ક્રૂશના અને પુરના અને લૂદોના ઢાલ ધારણ કરેલા ધનુર્ધારીઓ, તમે સર્વ આવો!”

યર્મિયાનો વિલાપ 4:3

શિયાળ પણ પોતાનાં બચ્ચાને થાને વળગાડીને ધવડાવે છે પરંતુ મારી પ્રજા વગડાના શાહમૃગ જેવી લાગણી શૂન્ય થઇ ગઇ છે.

યર્મિયાનો વિલાપ 26:10

તેના હજારો ઘોડાઓએ ઉડાડેલી ધૂળની રજથી તું છવાઇ જશે. ભંગાણ પડેલા શહેરમાં લોકો પ્રવેશ કરે તેમ તે તારા બારણામાં થઇને દાખલ થશે. ત્યારે ઘોડાઓ, રથો અને ગાડાંના અવાજથી તારો કિલ્લો ધ્રુજી ઊઠશે.

નાહૂમ 2:4

રથો ગલીઓમાં ગાંડાતૂર બનીને ઘૂમી રહ્યાં છે. તેઓ ચોકમાં ઉપર નીચે ઉતાવળે ઘસી રહ્યાં છે સળગતી મશાલની જેમ દોડે છે અને વીજળીની જેમ જ્યાં ત્યાં ત્રાટકવાના હોય તેવા દેખાય છે.

નાહૂમ 3:2

સાંભળ! રસ્તાઓ પર થઇને જતા રથોનો ગડગડાટ, તેના પૈડાનો અવાજ, ઘોડાની ખરીઓનો અવાજ અને ચાબૂકોનો અવાજ.

Interlinear

Choose Theme