તેઓ અભિમાની થઇ ગઇ હતી અને હું જેને ધિક્કારું છું એવા કૃત્યો કરતી હતી; આથી મેં તેમને ધરતી પરથી ભૂંસી નાખી છે, એ તેં જોયું છે.”
Cross references
સદોમના લોકો ઘણા દુષ્ટ હતા; તેઓ હંમેશા યહોવાની વિરુધ્ધ ભયંકર પાપો આચરતા હતા.
પછી યહોવાએ કહ્યું, “મેં ઘણી વખત સાંભળ્યું છે કે, સદોમ અને ગમોરાહના લોકો ઘણાં જ ખરાબ છે, તે જગ્યાએથી આવતાં આર્તનાદનું કારણ તેઓ છે. તેમનાં પાપ ઘણા ગંભીર છે.
અને તેઓએ કહ્યું, “આજે રાત્રે જે બે માંણસો તારે ઘેર આવ્યા તેઓ કયાં છે? તે માંણસોને બહાર કાઢ અને અમને સુપ્રત કર. અમે એમની સાથે સંભોગ કરવા માંગીએ છીએ.”
આ વખતે યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કરવાનો આરંભ કર્યો. તેણે આકાશમાંથી સળગતા ગંધક અને આગ વરસાવ્યા.
“સજાતીય શારીરિક સંબંધની સંપૂર્ણ મનાઈ છે. તમાંરે કોઈ પુરુષ સાથે સ્ત્રીની જેમ જાતીય સંબંધ ન કરવો, કેમકે એ તો ભયંકર પાપ છે.
“મંદિરમાં કામ કરતી કોઈ પણ ઇસ્રાએલી વ્યકિત વારાંગનાવૃતિ આચરશે નહિ.
સમગ્ર પ્રદેશમાં સર્વત્ર ગંધક અને મીઠાથી બધી ધરતી બળી ગઈ હશે, કશુંય વાવી શકાય કે ઊગાડી શકાય એવું રહ્યું નહિ હોય, યહોવાએ જયારે રોષે ભરાઈને સદોમ અને ગમોરાહને, આદમાંહને અને સબોઈમને ખેદાન-મેદાન કરી નાખ્યાં હતાં તેના જેવા હાલ તમાંરા થશે.
તેણે યહોવાના મંદિરમાં આવેલું દેવદાસો અને દેવદાસીઓ માટેનું ઘર, જેમાં સ્રીઓ અશેરા માટે વસ્ત્રો વણતી, તે તોડી પાડયું.
જેઓ તેનાં નથી તેઓ તેના ઘરમાં વસશે; એના ઘર પર ગંધક છાંટવામાં આવે શે.
અભિમાનનું પરિણામ નાશ છે, અને પતનની પહેલાં ગવિર્ષ્ઠ સ્વભાવ આવે છે.
અભિમાન વિનાશને નોતરે છે, પહેલી નમ્રતા છે પછી સન્માન પ્રાપ્ત થાય છે.
“સદોમ અને ગમોરાનો નાશ યહોવાએ આકાશમાંથી આગ મોકલીને કર્યો હતો. તે જ પ્રમાણે રાજ્યોમાં સૌથી ગૌરવવાન, ખાલદીઓના વૈભવ અને ગર્વરૂપ બાબિલ તેમના હાથે ખેદાનમેદાન થઇ જશે.
તે માણસના હાલ એ પુરાતન નગરોના જેવા થાવ. જેનો યહોવાએ દયા રાખ્યા વગર નાશ કર્યો છે, ભલે તેને આખો દિવસ રણનાદ સંભળાય; સવારમાં આર્તનાદ અને બપોરે યુદ્ધનાદ સંભળાય,
સદોમ અને ગમોરાનો તથા તેમની આસપાસના ગામોનો નાશ થયો હતો તેવું જ અદોમનું પણ થશે; પછી ત્યાં કોઇ રહેશે નહિ, ત્યાં કોઇ માણસ ફરી ઘર નહિ કરે.” આ યહોવાના વચન છે.
યહોવા કહે છે કે, “જેમ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસના નગરોનો નાશ કર્યો તેવી જ રીતે હું બાબિલનો નાશ કરીશ. તે સમયથી તે નગરોમાં કોઇ વસવાટ કરતું નથી, એવી જ રીતે ફરીથી કોઇ બાબિલમાં વસશે નહિ.
મારા લોકોએ સદોમ કરતા વધારે પાપ કર્યાં છે, અને સદોમમાં તો એક જ ક્ષણમાં બધું જ નાશ પામ્યું છે; છતાં પણ કોઇ માણસે તેમને હાથ લગાડયો નથી.
“મેં જેમ સદોમ અને ગમોરામાં કર્યુ હતું, તેમ તમારા પર ત્રાસદાયક આફતો મોકલાવી, તમે આગમાંથી કાઢેલા લાકડાના ઢીમચા જેવા થઇ ગયા; છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ.” આ યહોવાના વચનો છે.
તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હવે મોઆબ અને આમ્મોનના હાલ સદોમ અને ગમોરાના જેવા થશે; એ સદાને માટે મીઠાની ખાણ અને ઝાંખરાવાળો ઉજ્જડ પ્રદેશ બની જશે, મારા અતિજીવીઓ તે ભૂમિનો કબજો લેશે અને તેમાથી લૂંટનો માલ લેશે.”
લોકોએ એવાં પાપી કાર્યો કર્યા તેથી, દેવે તેમને તરછોડી દીધા અને તેઓની ઈચ્છા મુજબ તેઓને શરમજનક મનોવિકારમાં રાખ્યા. પુરુંષો સાથે સ્વાભાવિક રીતે લગ્ન સબંધ માણવાનું સ્ત્રીઓએ બંધ કર્યુ. તેને બદલે અન્ય સ્ત્રીઓ સાથે સ્ત્રીઓ અસ્વાભાવિક વ્યવહાર કરવા લાગી.
દેવે સદોમ અને ગમોરા જેવાં દુષ્ટ શહેરોને પણ શિક્ષા કરી. ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી આ શહેરોને દેવે બળવા દીધા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓનું ભવિષ્યમાં શું થશે તે માટેનુ ઉદાહરણ દેવે આ શહેરો દ્ધારા પૂરું પાડ્યું.
સદોમ અને ગમોરા અને તેઓની આજુબાજુનાં બીજા શહેરોને પણ યાદ રાખો. તેઓ પણ પેલા દૂતો જેવાં જ છે. આ શહેરો એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને નિરંતર અગ્નિદંડની શિક્ષા સહન કરે છે. તેઓની શિક્ષા આપણા માટે ઉદાહરણરુંપ છે.
“પૃથ્વીના રાજાઓ, જેમણે તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા અને તેની સંપત્તિમાં ભાગ પડાવ્યો તેઓ તેની આગનો ધૂમાડો જોશે. પછી તે રાજાઓ તેના મૃત્યુને કારણે રડશે અને દુ:ખી થશે.