“સજાતીય શારીરિક સંબંધની સંપૂર્ણ મનાઈ છે. તમાંરે કોઈ પુરુષ સાથે સ્ત્રીની જેમ જાતીય સંબંધ ન કરવો, કેમકે એ તો ભયંકર પાપ છે.
Cross references
અને તેઓએ કહ્યું, “આજે રાત્રે જે બે માંણસો તારે ઘેર આવ્યા તેઓ કયાં છે? તે માંણસોને બહાર કાઢ અને અમને સુપ્રત કર. અમે એમની સાથે સંભોગ કરવા માંગીએ છીએ.”
“જો કોઈ પુરુષ અન્ય પુરુષ સાથે સ્ત્રીની જેમ વ્યભિચાર કરે તો તે બંનેએ અમંગળ કર્યુ છે, તેમને મૃત્યુદંડ આપવો. તેમના મૃત્યુ માંટે તેઓ પોતેજ જવાબદાર છે.
દેવદાસ કે દેવદાસીના વારાંગનાવૃતિથી થતી કમાંણીના પૈસા કોઇપણ કારણે દેવ યહોવાના પવિત્રસ્થાનમાં લાવવા નહિ; કારણ કે, વારાંગનાવૃતિને તમાંરા દેવ યહોવા ધિક્કારે છે. તે પૈસાને યહોવાને કરેલા કોઇ પણ સમની કિંમત ભરવા ન વાપરવા.
જ્યારે આ લોકો ખાતાપીતાં અને આનંદ કરતા હતાં એવામાં નગરના દુષ્ટ માંણસો ઘરને ઘેરી વળ્યા અને બારણાં ખટખટાવ્યા. તેઓએ ઘરના ઘરડા માંણસને બૂમો પાડીને કહેવા લાગ્યા, “તારે ઘરે જે માંણસ આવ્યો છે તેને બહાર મોકલ, જેથી અમે તેની આબરૂ લઈએ.”
એટલું જ નહિ, આખા પ્રદેશમાં દેવદાસો અને દેવદાસીઓ બીજા દેવોની સેવા કરતી હતી, આ તો ભૂમિના રાષ્ટોએ કરેલું અધમ પાપ જેવું હતું, આને કારણે યહોવાએ તેમની પાસેથી ભૂમિ લઇને ઇસ્રાએલીઓને આપી દીધી હતી.
લોકોએ એવાં પાપી કાર્યો કર્યા તેથી, દેવે તેમને તરછોડી દીધા અને તેઓની ઈચ્છા મુજબ તેઓને શરમજનક મનોવિકારમાં રાખ્યા. પુરુંષો સાથે સ્વાભાવિક રીતે લગ્ન સબંધ માણવાનું સ્ત્રીઓએ બંધ કર્યુ. તેને બદલે અન્ય સ્ત્રીઓ સાથે સ્ત્રીઓ અસ્વાભાવિક વ્યવહાર કરવા લાગી.
તમે નિશ્ચિત રીતે જાણો છો કે લોકો અપકૃત્યો કરશે તે દેવનાં રાજ્યને પ્રાપ્ત નહિ કરી શકે. મૂર્ખ ન બનો. આ લોકો દેવનું રાજ્ય નહિ મેળવી શકે: લોકો કે જે તેમની જાતનો બીજા માણસો દ્વારા જાતીય ઉપયોગ થવા દે છે, લોકો કે જે મૂર્તિ પૂજા કરે છે,
જે લોકો વ્યભિચારનું પાપ કરતા હોય, જેઓ પુંમૈથુનીઓ હોય, જેઓ ગુલામોને વેચતા હોય જેઓ જૂઠ બોલતા હોય, જેઓ ખોટા સમ લેતા હોય છે અને દેવના શુદ્ધ ઉપદેશની વિરૂદ્ધમાં કઈ પણ કરતા લોકો માટે નિયમ છે.
સદોમ અને ગમોરા અને તેઓની આજુબાજુનાં બીજા શહેરોને પણ યાદ રાખો. તેઓ પણ પેલા દૂતો જેવાં જ છે. આ શહેરો એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને નિરંતર અગ્નિદંડની શિક્ષા સહન કરે છે. તેઓની શિક્ષા આપણા માટે ઉદાહરણરુંપ છે.