Home Bibles નિર્ગમન 8:12 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 8:12 · ગુજરાતી બાઇબલ

પછી મૂસા અને હારુન ફારુન પાસેથી વિદાય થયા. પછી મૂસાએ ફારુન સાથે નક્કી થયા પ્રમાંણે દેડકાંઓ વિષે યહોવાને વિનંતી કરી.

Cross references

નિર્ગમન 8:8

પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “યહોવાને તમે પ્રાર્થના કરો કે તે મને અને માંરી પ્રજાને દેડકાંઓના ઉપદ્રવથી છોડાવે, તો પછી હું તમાંરા લોકોને યહોવાને યજ્ઞો અર્પવા જવા દઈશ.”

નિર્ગમન 8:30

એટલે મૂસા ફારુન પાસેથી વિદાય થઈને યહોવા પાસે ગયો અને પ્રાર્થના કરી,

નિર્ગમન 9:33

મૂસા ફારુનને છોડીને નગર બહાર આવ્યો. અને યહોવા સમક્ષ પોતાના હાથ લંબાવી પ્રાર્થના કરી. એટલે કડાકા અને કરા પડતા બંધ થઈ ગયા.

નિર્ગમન 10:18

મૂસા ફારુનની પાસેથી વિદાય થયો અને તેણે યહોવાને પ્રાર્થના કરી.

નિર્ગમન 32:11

પરંતુ મૂસાએ યહોવા દેવને વિનંતી કરી કે તે તેમ ન કરે; તેણે આજીજી કરીને કહ્યું, “હે દેવ યહોવા, શા માંટે તારે તારા આ લોકો ઉપર ક્રોધ કરવો જોઈએ? તું તો એ લોકોને તારા બાહુના અપૂર્વ સાર્મથ્યથી મિસરમાંથી બાહર લાવ્યો હતો;

1 શમુએલ 12:23

હું તો તમાંરે માંટે પ્રૅંર્થના કરવાનું બૈંધ કરીને યહોવા વિરુદ્ધ પાપ નહિ કરું, હું તમને સાચો અને સધો માંર્ગ બતાવતો જ રહીશ.

ગીતશાસ્ત્ર 105:31

યહોવાએ આદેશ આપ્યો, અને જૂ’ઓ મિસરમાં એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઇ ગઇ.

યર્મિયાનો વિલાપ 36:37

યહોવા મારા માલિક કહે છે: “ઇસ્રાએલીઓની વિનંતી હું સાંભળીશ. હજી હું તેઓ માટે એટલું કરવા તૈયાર છું કે હું એમની ઘેટાંની જેમ વંશવૃદ્ધિ કરીશ.

યાકૂબનો 5:16

તમે જે ખરાબ કામ કર્યા હોય તે એકબીજાને કહો. અને પછી એકબીજા માટે પ્રાર્થના કરો. આમ કરો કે જેથી દેવ તમને સાજા કરી શકે. જો સારો માણસ આગ્રહથી પ્રાર્થના કરે તો મહાન કાર્યો થાય છે.

Interlinear

Choose Theme