Home Bibles નિર્ગમન 7:20 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 7:20 · ગુજરાતી બાઇબલ

એટલા માંટે મૂસા અને હારુને યહોવાની જેવી આજ્ઞા હતી તે પ્રમાંણે કર્યું. હારુને ફારુન અને તેના અમલદારોના દેખતા લાકડી ઉપાડીને નાઈલના પાણી પર પ્રહાર કર્યો. અને બધું જ પાણી લોહી થઈ ગયું.

Cross references

નિર્ગમન 4:9

અને જો આ બે નિશાની પરચાઓ બતાવ્યા પછી પણ જો તેમને વિશ્વાસ ના બેસે અને તેઓ તારી વાત ના સાંભળે, તો તારે નાઈલ નદીમાંથી થોડું પાણી લઈને જમીન પર રેડવું જેથી તે લોહી થઈ જશે.”

નિર્ગમન 7:6

મૂસાએ અને હારુને યહોવાએ જે આજ્ઞા કરી હતી તેનું પાલન કર્યુ.

નિર્ગમન 7:10

એટલા માંટે મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા, અને યહોવાની આજ્ઞા પ્રમાંણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ જમીન પર પોતાની લાકડી નાખી દીધી અને તે સાપ બની ગઈ.

નિર્ગમન 7:17

હવે, યહોવા કહે છે કે, ‘હું યહોવા છું એની તમને આના પરથી ખબર પડી જશે. જો હું નાઈલ નદીના પાણી પર માંરા હાથમાંની લાકડી પછાડીશ એટલે તે લોહી થઈ જશે;

નિર્ગમન 17:5

યહોવાએ મૂસાને કહ્યું, “જા, ઇસ્રાએલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નાઈલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે.

નિર્ગમન 17:9

પછી મૂસાએ યહોશુઆને કહ્યું કે, “તું આપણામાંથી માંણસો પસંદ કરીને આવતી કાલે અમાંલેકીઓ સામે યુદ્ધ કરવા જા. હું દેવની લાકડી લઈને પર્વતની ટોચ પર ઊભો રહીશ.”

ગણના 20:8

“તું કરારકોશ પાસે પડેલી લાકડી લે, અને પછી તારા ભાઈ હારુન સાથે સમગ્ર સમાંજને ભેગો કર અને સૌના દેખતા ખડકને કહે કે તે પોતાનું પાણી આપે! આમ તું કહીશ એટલે એમાંથી તેઓને અને તેઓનાં પશુઓને પીવા માંટે પાણી પુષ્કળ પ્રમાંણમાં નીકળશે.”

ગીતશાસ્ત્ર 78:44

તેણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ પી ન શકે.

ગીતશાસ્ત્ર 105:29

અને તેમણે તેમના દેશનાં સમગ્ર પાણીને લોહીમાં ફેરવી દીધું; અને સર્વ માછલાં મારી નાંખ્યા.

યોહાન 2:9

પછી લગ્નના જમણના કારભારીએ તે ચાખ્યો. પરંતુ તે પાણી દ્રાક્ષારસ થઈ ગયો હતો. તે માણસને ખબર નહોતી કે દ્રાક્ષારસ ક્યાંથી આવ્યો. પરંતુ જે નોકરો પાણી લાવ્યા તેઓએ જાણ્યું કે તે ક્યાંથી આવ્યો. લગ્નના કારભારીએ વરરાજાને બોલાવ્યો.

પ્રકટીકરણ 8:8

બીજા દૂતે તેનું રણશિંગડું વગાડ્યું પછી મોટી આગથી સળગતા પહાડ જેવું કઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો,

Interlinear

Choose Theme