અને જો આ બે નિશાની પરચાઓ બતાવ્યા પછી પણ જો તેમને વિશ્વાસ ના બેસે અને તેઓ તારી વાત ના સાંભળે, તો તારે નાઈલ નદીમાંથી થોડું પાણી લઈને જમીન પર રેડવું જેથી તે લોહી થઈ જશે.”
Cross references
એટલા માંટે ફારુને પોતાના બધા લોકોને આજ્ઞા કરી કે, “હિબ્રૂઓને જન્મેલા પ્રત્યેક છોકરાને નદીમાં ફેંકી દેવા, પણ છોકરીઓને જીવતી રહેવા દેવી.”
હવે, યહોવા કહે છે કે, ‘હું યહોવા છું એની તમને આના પરથી ખબર પડી જશે. જો હું નાઈલ નદીના પાણી પર માંરા હાથમાંની લાકડી પછાડીશ એટલે તે લોહી થઈ જશે;
પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું હારુનને એમ કહે કે, તારી લાકડી લઈને મિસરનાં તમાંમ જળાશયો પર, નદીઓ ઉપર, નહેરો અને તળાવો ઉપર તારો હાથ ફેલાવ એટલે તે બધું જ પાણી લોહી બની જાય. અને સમગ્ર મિસર દેશમાં લાકડાના અને પથ્થરનાં બધાં વાસણોમાં પણ પાણીનું લોહી થઈ જશે.”
એટલા માંટે મૂસા અને હારુને યહોવાની જેવી આજ્ઞા હતી તે પ્રમાંણે કર્યું. હારુને ફારુન અને તેના અમલદારોના દેખતા લાકડી ઉપાડીને નાઈલના પાણી પર પ્રહાર કર્યો. અને બધું જ પાણી લોહી થઈ ગયું.
તમે જે રીતે બીજાનો ન્યાય કરશો, તે જ રીતે તમારો પણ ન્યાય થશે તમે બીજાઓનો ન્યાય કરવા જે માપનો ઉપયોગ કરો છો, તે જ માપનો ઉપયોગ તમારા ચુકાદા માટે થશે.