Home Bibles નિર્ગમન 34:7 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 34:7 · ગુજરાતી બાઇબલ

હું યહોવા હજારો પેઢી સુધી કરૂણા રાખું છું અને તેઓના પાપોની માંફી આપું છું. તેમ છતાં ગુનેગારને નિર્દોષ ઠરાવવા ના પાડું છું. અને પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી પુત્રો અને પૌત્રોને કરું છું!”

Cross references

નિર્ગમન 20:5

તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ.

નિર્ગમન 20:6

પરંતુ માંરા પર પ્રીતિ રાખનાર અને માંરી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવનાર છું.

નિર્ગમન 23:7

“જૂઠા આક્ષેપો કરવા નહિ, તથા નિર્દોષ અને ન્યાયીને મૃત્યુદંડની સજા કરવી નહિ. હું નિર્દોષ માંણસ ને માંરી નાખે તેવા ખરાબ માંણસને નિર્દોષ નહિ માંનું.

નિર્ગમન 23:21

તમે લોકો તેનાથી જાળવીને રહેજો અને તેનું કહ્યું કરજો. તેના વિરુદ્ધ બળવો ન કરશો, તે તમાંરો ગુનો માંફ કરશે નહિ કારણ કે માંરુ નામ તેનામાં છે.

ગણના 14:18

તમે કહ્યું હતું કે, ‘હું યહોવા એકદમ ગુસ્સે થતો નથી, હું મહાન પ્રેમ અને વિશ્વાસ દર્શાવું છું, અને પાપ તથા અપરાધોની માંફી આપું છું તેમ છતાં પાપીઓના પાપની સજા ત્રીજી અને ચોથી પેઢીનાં બાળકો સુધી કરવાનું હું ચુકતો નથી.’ એ હવે સાચું પુરવાર કરો.

પુનર્નિયમ 5:9

અને તમાંરે તેને નમસ્કાર કરીને તેમની પૂજા કરવી નહિ. કારણ કે, હું તમાંરો દેવ યહોવા અનન્ય નિષ્ઠાની અપેક્ષા રાખનાર દેવ છું. જે માંરો તિરસ્કાર કરે છે, તેમનાં સંતાનોને હું ત્રીજી તથા ચોથી પેઢી સુધી તેમનાં પાપોની શિક્ષા કરું છું.

પુનર્નિયમ 32:35

હું બદલો લઇશ, હું તેમના દુશ્મનોને સજા કરીશ; તેનાં દુશ્મનો લપસી પડશે, તેમના વિનાશનો દિવસ નજીક છે.’

યહોશુઆ 24:19

પરંતુ યહોશુઆએ લોકોને જણાવ્યું, “તમાંરાથી યહોવાની સેવા થઈ શકે નહિ, કારણ, એ પવિત્ર દેવ છે. એકનિષ્ઠા માંગનાર દેવ છે. અને એ તમાંરાં ઉલ્લંઘનો કે પાપો માંફ નહિ કરે.

1 રાજઓ 8:32

તો તમે આકાશમાંથી સાંભળજો, અને જેમ કરવું જોઇએ તે મુજબ કરજો અને તમાંરા એ સેવકને ન્યાય આપજો. જેનો વાંક હોય તેને તમે તે પ્રમાંણે સજા કરજો, અને જે નિદોર્ષ હોય તેઓને તેઓની નિદોર્ષતા માંટે તમે જરૂર બદલો આપજો.

નહેમ્યા 1:5

મેં કહ્યું:“હે યહોવા આકાશના દેવ, મહાન અને ભયાવહ દેવ! જે પોતાના કરારને પાળે છે! તે પોતાના કરારને જે તેને ચાહે છે અને જે તેની આજ્ઞાનું પાલન કરે છે તેની સાથે વફાદારી પૂર્વક પાળે છે.

નહેમ્યા 9:32

હે અમારા દેવ, હે મહાન શકિતશાળી અને ભયાવહ દેવ; અનંત પ્રેમથી તું કરારનું પાલન કરે છે. અમારા પર, અમારા રાજાઓ, અમારા આગેવાનો, અમારા યાજકો, અમારા પ્રબોધકો અને તમારી આ સમગ્ર પ્રજા પર આશ્શૂરના રાજાઓના સમયથી આજપર્યંત જે યાતનાઓ થઇ છે, તે ઓછી છે એમ ન ગણીશ.

અયૂબ 10:14

તમે જોતા હતાં કે હું પાપ કરું છું કે નહિ, એવા ઇરાદાથી કે જો હું પાપ કરું તો મને શિક્ષા કર્યા વગર છોડવો નહિ.

ગીતશાસ્ત્ર 9:16

યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને, પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.

ગીતશાસ્ત્ર 11:5

યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.

ગીતશાસ્ત્ર 25:11

હે યહોવા, મારા પાપ તો ઘણાં છે, તમારા નામના મહિમા માટે મને ક્ષમા કરો.

ગીતશાસ્ત્ર 58:10

દુષ્ટ લોકોએ તેના તરફ કરેલાં દુષ્ટ કાર્યો માટે તેને શિક્ષા થતી જોઇને સજ્જન વ્યકિતને આનંદ થશે, તે એક સૈનિક જેવો થશે, જેણે તેનાં શત્રુઓને હરાવ્યાં છે.

ગીતશાસ્ત્ર 86:15

પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો; તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.

ગીતશાસ્ત્ર 99:8

હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો; જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો. તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.

ગીતશાસ્ત્ર 103:3

તારાં સઘળાં પાપ તે માફ કરે છે; અને તારાં સર્વ રોગ મટાડે છે.

ગીતશાસ્ત્ર 109:14

યહોવાને ભલે યાદ રહો; તેના બાપદાદાના પાપો! માતાપિતાના પાપની તેને સજા મળે! અને તેનાં પાપો પ્રત્યે તે (દેવ) આંખ આડા કાન ન કરે!

ગીતશાસ્ત્ર 130:4

પરંતુ તમે લોકોને માફી આપો છો, તેથી તમે આદર પામશો.

ગીતશાસ્ત્ર 136:10

મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

ગીતશાસ્ત્ર 136:15

ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

યશાયા 45:21

આગળ આવો અને તમારો દાવો રજૂ કરો; ભેગા મળીને નક્કી કરો.“ભૂતકાળમાં કોણે આ ભવિષ્ય ભાખ્યું હતું? કોણે આ પહેલાથી કહ્યું હતું? શું હું એ યહોવા નહોતો? મારા સિવાય બીજો કોઇ દેવ નથી, જે વિજયવંત અને ઉદ્ધાર કરવા માટે સમર્થ હોય.

ચર્મિયા 30:11

કારણ કે હું તમારી સાથે છું અને હું તમારો બચાવ કરીશ,” એમ યહોવા જણાવે છે. “તમને જે પ્રજાઓમાં મેં વિખેરી નાખ્યા હતા તે લોકોનો પણ જો હું સંપૂર્ણ રીતે વિનાશ કરું તોપણ હું તમારો વિનાશ કરીશ નહિ, હું તમને તેવી જ રીતે અનુશાશિત કરીશ અને તમે સાચે જ સજાથી ભાગી નહિ શકો.”

ચર્મિયા 32:18

હજારો પ્રત્યે તું કરૂણા બતાવે છે, પણ પૂર્વજોનાં પાપની સજા તેમનાં સંતાનોને કરે છે. તું મહાન અને બળવાન છે. તારું નામ સૈન્યોનો દેવ યહોવા છે.

દારિયેલ 9:4

મેં દેવ યહોવાને પ્રાર્થના કરીને આપણા પાપોની કબૂલાત કરતા કહ્યું, “હે યહોવા, હે મહાન અને ભયાવહ દેવ, તું તારા કરારને વળગી રહે છે, અને તારા ઉપર જેઓ પ્રેમ રાખે છે અને તારી આજ્ઞાઓનું જેઓ પાલન કરે છે તેમના ઉપર તું સદા કરૂણા રાખે છે.

દારિયેલ 9:9

“અમારા યહોવા દેવ, તમે તો દયાળુ છો અને ક્ષમા કરો છો, પણ અમે તમારી સામે બળવો પોકાર્યો છે.

મીખાહ 6:11

ખોટા ત્રાજવાં અને ઠગારા કાટલાં વાપરનાર માણસને હું કેવી રીતે ઓળખું?

મીખાહ 7:18

તમારા જેવા દેવ બીજા કોણ છે? કારણકે તમે તો પાપ માફ કરો છો અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ કાયમ રાખતા નથી; કારણ કે તમે કરુણામાં જ રાચો છો.

નાહૂમ 1:2

યહોવા ઇર્ષાળું દેવ છે. તેઓ ક્રોધે ભરાઇને બદલો લેનાર દેવ છે. તે પોતાના શત્રુઓ પર વૈર વાળે છે. તે પોતાના શત્રુઓ પર કોપાયમાન રહે છે.

નાહૂમ 1:6

યહોવાના રોષ આગળ કોણ ટકી શકે? તેના ક્રોધનો તાપ કોણ સહી શકે? તેનો ક્રોધ અગ્નિની જેમ વરસે છે અને તે ખડકોના ચૂરેચૂરા કરી નાખે છે.

માથ્થી 6:14

હા, જો તું બીજાઓનાં દુષ્કર્મો માફ કરશે, તો આકાશનો પિતા તારાં પણ દુષ્કર્મો માફ કરશે.

માથ્થી 12:31

“તેથી હું કહું છું, લોકોએ કરેલું દરેક પાપ અને પ્રત્યેક દુર્ભાષણ આ બધુજ માફ થઈ શકે છે. પણ જે કોઈ માણસ પવિત્ર આત્માની વિરૂદ્ધ જે દુર્ભાષણ કરે છે તે માણસને માફ નહિ કરાશે.

માથ્થી 18:32

“પછી ધણીએ જેનું દેવું માફ કર્યુ હતું તે નોકરને બોલાવ્યો અને કહ્યું, ‘અરે દુષ્ટ નોકર, તારી આજીજી સાંભળી મેં તારું જે બધું દેવું હતું તે માફ કર્યુ.

લૂક 7:42

માણસો પાસે પૈસા ન હતા, તેથી તેઓનું દેવું ચૂકવી શક્યા નહિ. પરંતુ લેણદારે તે માણસોને કહ્યું, “તેઓએ તેને કશું આપવાનું નથી.” તે બે માણસોમાંથી કયો માણસ લેણદારને વધુ પ્રેમ કરશે?

લૂક 7:48

પછી ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા પાપ માફ કરવામાં આવ્યા છે.”

પ્રેરિતોનાં ક્રત્યો 5:31

ઈસુને દેવે તેની જમણી બાજુએ ઊંચો કર્યો છે. દેવે ઈસુને આપણા રાજા અને તારનાર બનાવ્યો છે. દેવે આમ કર્યુ તેથી યહૂદિઓ પસ્તાવો કરે. પછી દેવ તેઓનાં પાપોને માફ કરી શકે.

પ્રેરિતોનાં ક્રત્યો 13:38

ભાઈઓ, અમે તમારી આગળ જે પ્રગટ કરીએ છીએ, તે તમારે સમજવું જોઈએ કે તેના દ્ધારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે. તેના (ઈસુ) મારફત પ્રત્યેક વ્યક્તિ જે વિશ્વાસીઓ છે તેને બધામાંથી મુક્તિ મળશે.

રોમનોને પત્ર 2:4

દેવ તો હંમેશા તમારા પર ભલાઈ કરતો રહ્યો છે અને તમારા જીવનમાં પરિવર્તન આવે એની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો છે. પરંતુ દેવની આ ભલાઈની તમને તો કઈ પડી જ નથી. પસ્તાવો થાય એ માટે દેવની કૃપા હંમેશા તમારા પર વરસતી હોય છે. એ તમે કદાચ સમજતા જ નથી.

Interlinear

Choose Theme