Home Bibles ગીતશાસ્ત્ર 86:15 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 86:15 · ગુજરાતી બાઇબલ

પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો; તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.

Cross references

નિર્ગમન 31:6

વળી તેની સાથે કામ કરવા માંટે મેં દાનના કુળસમૂહના અહી સામાંખના પુત્ર આહોલીઆબને પસંદ કર્યો છે, તથા બીજા બધા કુશળ કારીગરોને પણ મેં કુશળતા આપી છે. જેથી તેઓ મેં તને જે જણાવ્યું તે બધી વસ્તુઓ બનાવી શકે:

નિર્ગમન 34:6

ત્યારબાદ યહોવા તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “હું યહોવા છું. હું દયાળુ અને કૃપાળુ દેવ છું. ક્રોધ કરવામાં મંદ અને કરૂણાથી ભરપૂર અને વિશ્વાસપાત્ર છું.

ગણના 14:18

તમે કહ્યું હતું કે, ‘હું યહોવા એકદમ ગુસ્સે થતો નથી, હું મહાન પ્રેમ અને વિશ્વાસ દર્શાવું છું, અને પાપ તથા અપરાધોની માંફી આપું છું તેમ છતાં પાપીઓના પાપની સજા ત્રીજી અને ચોથી પેઢીનાં બાળકો સુધી કરવાનું હું ચુકતો નથી.’ એ હવે સાચું પુરવાર કરો.

1 કાળવ્રત્તાંત 21:13

એટલે દાઉદે ગાદને કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડ્યો છું, પણ હું માણસોના હાથમાં પડવા કરતાં હું યહોવાના હાથમાં પડું એ વધારે સારું છે, કારણ, તે અનંત કૃપાળુ છે.”

નહેમ્યા 9:17

તેઓ સમક્ષ તેં જે ચમત્કારો કર્યા હતા, તે ભૂલી જઇને તેમણે તારૂં કહ્યું કરવાની ના પાડી. તેઓ અક્કડ થઇ ગયાં અને તેમણે મિસર જઇ ફરી ગુલામી સ્વીકારવાનો વિચાર સુદ્ધાં કર્યો. પણ તું તો ક્ષમાશીલ, દયાળુ અને પ્રેમાળ દેવ છે; તું ઝટ ક્રોધ કરતો નથી. તારી કરૂણાનો પાર નથી; તેથી તેં તેમનો ત્યાગ ન કર્યો.

ગીતશાસ્ત્ર 85:10

કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.

ગીતશાસ્ત્ર 86:5

હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો. સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.

ગીતશાસ્ત્ર 98:3

તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે. બધા દૂરના રાષ્ટોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે, આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા.

ગીતશાસ્ત્ર 103:8

યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે. તે દયા તથા પ્રેમથી ભરપૂર છે, પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.

ગીતશાસ્ત્ર 111:4

દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે. યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે.

ગીતશાસ્ત્ર 130:4

પરંતુ તમે લોકોને માફી આપો છો, તેથી તમે આદર પામશો.

ગીતશાસ્ત્ર 130:7

હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો, કારણ, તે દયાળુ ને કૃપાળુ છે અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.

ગીતશાસ્ત્ર 145:8

યહોવા દયાળુ અને કૃપાળુ છે; તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.

યોએલ 2:13

તમારાં વસ્ત્રો નહિ, હૃદયો ચીરી નાખો. તમારા યહોવા દેવ પાસે પાછા ફરો. તે દયાળુ અને કૃપાળુ છે. તે ગુસ્સે થવામાં ધીમો છે અને તેની પાસે અનેરો પ્રેમ છે અને તે ન્યાયના ચુકાદાને લગતો તેનો વિચાર બદલે છે.

યૂના 4:2

તેણે યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, તમે આમ જ કરશો એમ હું જાણતો હતો! એટલા માટે હું પહેલાં તાશીર્શ ભાગી ગયો. મને ખબર હતી કે, તમે તો કૃપાળુ અને દયાળુ દેવ છો! તમે ઝડપથી ગુસ્સે થતા નથી અને તમે બહુ કૃપા ધરાવો છો. તે તમે ચૂકાદાને લગતાં તમારા વિચારો બદલો છો.

મીખાહ 7:18

તમારા જેવા દેવ બીજા કોણ છે? કારણકે તમે તો પાપ માફ કરો છો અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ કાયમ રાખતા નથી; કારણ કે તમે કરુણામાં જ રાચો છો.

યોહાન 1:17

મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં.

રોમનોને પત્ર 5:20

લોકો વધારે પાપ કરે તે માટે નિયમશાસ્ત્ર દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ જેમ જેમ લોકો વધુ ને વધુ પાપ કરતા ગયા, તેમ તેમ દેવ વધુ ને વધુ કૃપા કરવા લાગ્યો.

રોમનોને પત્ર 15:8

મારે તમને એ કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, એ સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ.

એફેસીઓને પત્ર 1:7

ખ્રિસ્તમય આપણો તેના રકતથી ઉદ્ધાર થયો. દેવની સમૃદ્ધ કૃપાથી આપણને પાપોની માફી મળી છે.

એફેસીઓને પત્ર 2:4

પરંતુ દેવની દયા મહાન છે, અને આપણા પ્રત્યેનો તેનો પ્રેમ ગાઢ છે.

Interlinear

Choose Theme