Home Bibles નિર્ગમન 23:4 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 23:4 · ગુજરાતી બાઇબલ

“તમાંરા શત્રુનો બળદ કે ગધેડો ભટકતો નજરે પડે તો તમાંરે તેના માંલિકને ત્યાં પાછો પહોંચાડવો.

Cross references

પુનર્નિયમ 22:1

“જો તમે તમાંરા કોઈ ઇસ્રાએલીભાઈના ભૂલા પડી ગયેલા રખડતા બળદને કે ઘેટાને જુઓ તો જોયું ના જોયું કરવું નહિ, પરંતુ તેને સાથે લઈ જઈને તેના માંલિકને પાછું સોંપવું.

અયૂબ 31:29

હું મારા શત્રુના દુ:ખે કદી ખુશ થયો નથી. તેઓની મુશ્કેલીમાં મેં કદી હાંસી નથી ઉડાવી.

નીતિવચનો 24:17

તારા દુશ્મનની પડતી જોઇને હરખાઇશ નહિ, અને તે પાયમાલ થાય ત્યારે રાજી ન થઇશ;

નીતિવચનો 25:21

જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ખાવા માટે રોટલો આપ. અને તરસ્યો હોય તો પીવા માટે પાણી આપ.

માથ્થી 5:44

પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો.

લૂક 6:27

“હું જે લોકો મને ધ્યાનથી સાંભળે છે તે સૌ સાંભળનારાઓને કહું છું, તમારા વૈરીઓને પ્રેમ કરો. જેઓ તમારો તિરસ્કાર કરે તેઓનું પણ ભલું કરો.

રોમનોને પત્ર 12:17

જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો.

1 થેસ્સલોનિકીઓને 5:15

એ બાબતે નિશ્ચિત બનો કે કોઈ પણ વ્યક્તિ ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળે. પરંતુ તમારા એકબીજાને માટે જે સારું છે તે કરવા હમેશા પ્રયત્ન કરો.

Interlinear

Choose Theme